તમામ પ્રકારના દર્દીઓને સર્વગ્રાહી સંભાળ પૂરી પડવા માટેની જવાબદારી નર્સની હોય છે. સાર્વજનિક હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સની નોકરીના સંતોષનું સ્તર શોધવા સોશિયલ વર્કના વિદ્યાર્થીએ પ્રશ્નાવલીના માધ્યમથી રિસર્ચ કર્યું હતું. જેમાં સરકારી હોસ્પિટલની 32 ટકા નર્સ પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરી શકતી ન હોવાનું તારણ આવ્યું હતું.
વિદ્યાર્થી જયરાજ શાહે અધ્યાપિકા જયલક્ષ્મી મોહંતીના માર્ગદર્શનમાં એસએસજીની 79 નર્સ પર પ્રશ્નાવલીના માધ્યમથી રિસર્ચ કર્યું હતું. જેમાં ખડેપગ ફરજ બજાવતી નર્સ પોતાના કામથી કેટલી સંતુષ્ટ છે તે વિશે પૂછાયું હતું. વિદ્યાર્થીએ જણાવ્યું કે, રિસર્ચમાં 5 મહિના લાગ્યા હતા. નર્સ દવાખાનામાં જરૂરિયાતના રિસોર્સ ન હોવાને કારણે ખુશ નથી.
મેડિકલ સાયન્સ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે વસ્તીના હિસાબે સરકારી દવાખાનામાં જરૂરિયાતનાં સાધનો ન હોવાથી નર્સનો વર્કલોડ વધી જાય છે. ઘણીવાર નર્સને 15થી 16 કલાક લાંબી શિફટ કરવી પડે છે. નર્સનું માનવું હતું કે તેઓ જે કામ કરી રહ્યા છે તેના બદલે પૂરતું વેતન પણ અપાતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.