કોરોના અપડેટ:સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં અત્યાર સુધી ૬ કોરોના સંક્રમિત સગર્ભાઓને મળી સારવાર

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ત્રણને સિઝેરિયન થી સલામત પ્રસૂતિ કરાવવામાં આવી

કોરોનાની ત્રીજી લહેરની સાથે સયાજી હોસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગમાં સંક્રમિત સગર્ભા મહિલાઓ માટે જુદો વોર્ડ રાખવાની પૂર્વ તૈયારીઓ પરિણામ દાયક બની છે. પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગના વડા અને પ્રાધ્યાપક ડો.આશિષ ગોખલે એ જણાવ્યું કે છેલ્લા ૩ દિવસમાં કોરોના સંક્રમિત હોય તેવી ૬ સગર્ભાઓને પૂરતી પૂર્વ તૈયારી અને વ્યવસ્થાઓ ને લીધે સારવાર આપી શકાઈ છે. આ પૈકી ત્રણ સગર્ભા ગર્ભાવસ્થા ના છેલ્લા તબક્કામાં હતી અને ખાનગી દવાખાનાઓમાં તેમની સારવાર ચાલી રહી હતી.

પ્રસૂતિ પૂર્વે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવતાં આ મહિલાઓ કોરોના સંક્રમિત જણાઈ હતી.ખાનગી દવાખાનામાં તેમની પ્રસૂતિ માટે જરૂરી વ્યવસ્થા ન હોવાથી સયાજી હોસ્પીટલમાં રીફર કરવામાં આવી હતી.સમય સૂચકતા દાખવીને આ મહિલાઓ ની સિઝેરિયન સેક્શન દ્વારા સલામત પ્રસૂતિ કરાવવામાં આવી છે.હાલમાં માતા અને નવજાત શિશુઓનું સ્વાસ્થ્ય સારું છે.આ નવજાત બાળકોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા રાહતની લાગણી પ્રસરી છે. જ્યારે અન્ય ૩ સગર્ભાઓની ગર્ભાવસ્થા શરૂઆતના તબક્કામાં હતી.આ મહિલાઓમાં વધુ લક્ષણો જોવા મળ્યા ન હતા.એટલે એમને જરૂરી દવાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને તેઓ હાલ હોમ કવોરેન્ટાઈન છે.

હાલમાં પ્રસૂતિ વિભાગમાં નિયમિત તપાસ માટે આવતી સગર્ભાઓ ની કાળજીપૂર્વક તપાસ કરીને કોરોના ના સંદર્ભમાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સંક્રમિત સગર્ભાઓની સારવાર અને પ્રસૂતિ માટેની સયાજી હોસ્પિટલની જુદી વ્યવસ્થાઓ ફરી એકવાર ખૂબ ઉપયોગી પુરવાર થઈ છે અને જે સારવાર ખાનગી દવાખાનામાં ન મળી તે આ સરકારી દવાખાના એ ઉપલબ્ધ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...