તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષા થતાં શહેરમાં ઠંડી વધવાનાં એંધાણ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ ભારતના દરિયાઈ તટ પર ત્રાટકેલા વાવાઝોડાની અસરના પગલે વડોદરામાં બુધ અને ગુરુવારના રોજ શહેરમાં વાદળછાયું વાતાવરણ નોંધાયું હતું. બીજી તરફ ઠંડીનો પારો પણ 19 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જેના કારણે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થયો હતો. જોકે સાંજ પડતા વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષા થતાં આગામી દિવસોમાં રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ શીત લહેર થશે. જેના પગલે વડોદરામાં પણ કાતિલ ઠંડી પડવાની સંભાવના રહેલી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં પારો 12 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 26 નવેમ્બરના રોજ મહત્તમ તાપમાનનો પારો 31.2 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 19.4 ડિગ્રી નોંધાયો હતો. બીજી તરફ ભેજનું પ્રમાણ સવારે 77 ટકા અને સાંજે 47 ટકા નોંધાયું હતું. જ્યારે પશ્ચિમ દિશાથી 6 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. ઉલ્લેખનિય છે કે, 27 નવેમ્બરના રોજ ઠંડીનો પારો 17 ડિગ્રી નોંધાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...