વડોદરાનું ગૌરવ:ભૂખી કાંસને ચોખ્ખી કરનાર શહેરની સ્નેહા શાહીન યુનાઇટેડ નેશન્સની યુવા કલાઇમેટ લીડર્સ બની

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશભરના 17 યુવા લીડર 7 સપ્તાહ સુધી કલાઇમેટ ચેન્જ પર વિવિધ પ્રવૃત્તિ કરશે

યુનાઇટેડ નેશન્સે ભારતમાં 17 યુવા કલાઇમેટ લીડર્સની પસંદગી કરી વડોદરાની યુવતીનો સમાવેશ થયો છે. જેમાં આગામી 7 સપ્તાહ સુધી કલાઇમેટ ચેન્જ વિષય પર વિવિધ પ્રવૃત્તિ કરશે. શહેરની યુવતિએ એસએસયુમાં ભૂખી કાંસ પર પ્રોજેકટ કર્યો હતો.

યુનાઇટેડ નેશન્સ દ્વારા પ્રથમ વાર ભારતમાં કલાઇમેટ પર અનોખું કામ કરી રહેલા યુવાનોની પસંદગી કરી છે. દેશભરમાંથી 17 જેટલા યુવાનોની પસંદગી કરવામાં આવી છે જેમાં વડોદરાની યુવતી સ્નેહા શાહીનની પસંદગી કરવામાં આવી છે. એમ.એસ.યુનિવર્સિટીના એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગમાંથી માસ્ટર્સ કરનાર વિદ્યાર્થીની અત્યારે બેંગ્લોરમાં પીએચડી કરી રહી છે. યુનાઇટેડ નેશન દ્વારા પસંદગી પામેલા 17 યુવા કલાઇમેટ લીડર હવે 7 સપ્તાહ સુધી વિવિધ વર્કશોપ, સેમિનાર, ઓનલાઇન મિટીંગના માધ્યમથી કલાઇમેટ ચેન્જ વિશે ચર્ચા કરશે. જેમાં અત્યાર સુધી તેમણે કરેલા કામો સહિત આગામી સમયમાં શું બદલાવ લાવી શકાય તેમ છે તે વિશે ચર્ચા કરાશે.

યુનાઇટેડ નેશન્સ દ્વારા આ યુવાનો શું બદલાવ કરવા માંગે છે તે વિશે એક પ્રોજેકટ તૈયાર કરીને તેની માહિતી એકત્રિત કરીને તેના પર ભવિષ્યની યોજનાઓ પણ તૈયાર કરશે. શહેરની યુવતી સ્નેહા યુએન એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ પ્લાસ્ટિક ટાઇડ ટર્નર અભિયાન સાથે જોડાઇ છે.

યુવતીની લીડરશિપમાં ભૂખી કાંસમાંથી 300 કિલો પ્લાસ્ટિક વેસ્ટ કાઢવાની કામગીરી કરાઇ હતી
ભૂખી કાંસમાંથી 300 કિલો પ્લાસ્ટિક વેસ્ટ કાઢવાના પગલે ચોખ્ખાઈ થતા મગર સહિતના જળચર જીવોની પ્રવૃત્તિ ભૂખી કાંસના વિસ્તારમાં વધી હતી. એન્વાયરમેન્ટ સાયન્સના વિદ્યાર્થી દ્વારા ફેબ્રુઆરી 2019માં પ્લાસ્ટિક વેસ્ટનો સમગ્ર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ની આગેવાની સ્નેહા સહાનીએ કરી હતી. જેની નોંધ યુનાઇટેડ નેશન્સની વેબસાઇટે પણ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...