તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કોરોનાગ્રસ્ત યુવકના ઘરે તસ્કરોની વિઝિટ,1.40 લાખની મતાની ચોરી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લક્ષ્મીપુરામાં 3 બંધ મકાનમાંથી 1.30 લાખની મતાની ચોરી
  • ગોરવાનો યુવક હોસ્પિટલમાં છે અને પત્ની દિયરના ઘરે રહેતી હતી

પતિ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હોવાથી પત્નિ દિયરના મકાનમાં રહેવા ચાલ્યા જતા બંધ મકાનમાં તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂા.1.40 લાખની મત્તા ચોરી કરી લેતા ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

ગોરવા ગામની જય સત્યનારાયણ સોસાયટીમાં રહેતા પ્રિતીકાબેન પટેલ (ઉ.વ.53)ના પતિ રશ્મિનભાઈ પટેલને કોરોના થયો હોવાથી તેઓ 1 મહિનાથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યાં હતાં. તેમના ઘરમાંથી તિજોરીમાંથી રોકડા રૂ.5 હજાર અને સોના-ચાંદીના દાગીના મળી રૂા.1.40 લાખની મત્તા ચોરી થઈ હતી. બીજી તરફ ગોત્રી રોડ અને સમતા વિસ્તારમાં આવેલી ત્રણ અલગ અલગ સોસાયટીમાં બંધ મકાનના ચોરી કરી હતી. લક્ષ્મીપુરા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ 1.30 લાખની મત્તાની ચોરીનો ગુનો નોંધી છે.

શહેરના અટલાદરા રોડ પર આવેલી કૈલાશશીખર સોસાયટીમાં રહેતા સંતોષબેન બદ્રીલાલ માંહોર ખાનગી કંપનીમાં ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓના પિતા બદ્રીનાથ ગોત્રી રોડ પર શિવ ટેનામેન્ટમાં રહે છે. તેઓના માતા પિતાની સારવાર કરવા માટે મકાનમાં 70 હજાર રૂપિયા રાખ્યા હતા. પિતા 12મી ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશ ગયા હતા. જ્યારે તેઓ મકાન બંધ કરી માતાને પોતાના ઘરે લઈ ગયા હતા. ગત 5મી તારીખે તેઓના મકાનમાં પ્રવેશી તસ્કરોએ રૂ. 70 હજારની ચોરી કરી હતી.

પાડોશીએ ફોન કરી જણાવતા સંતોષબેન શિવ ટેનામેન્ટ ખાતે દોડી આવ્યા હતા. . ચોરીના ત્રીજા બનાવમાં રીક્ષા ડ્રાઇવિંગ કરતા ગણપતભાઈ બૂંદેલા સમતા વિસ્તારમાં અમૃતનગરમાં સોસાયટીમાં રહે છે. તેઓ મકાન બંધ કરી 29મી તારીખે લગ્ન પ્રસંગમાં હાલોલ ખાતે ગયા હતા. મકાનમાં તપાસ કરતા ચાંદી અને એક ઘડિયાળ, રોકડ મળી કુલ રૂ. 14,500ની મત્તાની ચોરી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...