તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વડોદરામાં તસ્કરોએ SBIના બે ATMને નિશાન બનાવીને 45 હજારની કિંમતના બે ACની ચોરી કરી, એક આરોપીની ધરપકડ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપી પાસેથી 7 નંગ સ્પિલ્ટ AC, એક આઉટડોર, એક વિન્ડો AC, બાઇક, મોબાઇલ મળીને 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેરના દિવાળીપુરા રોડ અને ઇસ્કોન મંદિર રોડ પર આવેલા સ્ટેટ બેંક ઇન્ડિયાના બે ATMને અજાણ્યા તસ્કરોએ ટાર્ગેટ કરીને 45 હજાર રૂપિયાની કિંમતના બે ACની ચોરી કરીને નાસી છૂટ્યા હોવાનો બનાવ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

ગોત્રી પોલીસ સ્ટેશનમાં બંને ગુના નોંધાયા
વડોદરા શહેરના દિવાળીપુરા રોડ પર આવેલા હેલી એન્કલેવ એપાર્ટમેન્ટમાં SBIનું ATMઆવેલું છે. સિક્યુરિટી વગરના ATMમાં ત્રાટકેલા તસ્કરો ATM અંદરની બાજુએ લગાવેલું 15 હજાર રૂપિયાની કિંમતનું સ્પ્લિટ એસીની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ ઉપરાંત તસકરો 10 મેના રોજ ઇસ્કોન મંદિર રોડ પર આવેલા પ્રથમ કોમ્પલેક્ષમાં કાર્યરત SBIના ATMમાં લાગેલું રૂપિયા 30 હજારની કિંમતનું ઇન્ડોર તથા આઉટડોર એસીની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આમ SBIના ATM સેન્ટરોને તસ્કરોએ ટાર્ગેટ કરી રૂપિયા 45 હજારની કિંમતના ધરાવતા એસીની ચોરી કર્યાનો બનાવ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

મોટાભાગના ATMમાં હવે સિક્યુરિટી હોતી નથી
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અગાઉ એટીએમ ગેસ કટરથી તોડીને ચોરી કરવાના અનેક વખત પ્રયાસો થયા છે. જોકે, તસ્કરોને ATM તોડીને પૈસા ચોરી જવામાં કોઇ સફળતા મળી નથી, ત્યારે તસ્કરોએ ATMમાં લગાવેલા AC ચોરી જવાની શરૂઆત કરી છે. ગોત્રી પોલીસ મથક હદમાંથી એસબીઆઇના ATMમાં AC ચોરીના બે બનાવ બનતા ચકચાર મચી ગઇ છે. અત્રે નોંધનીય છે કે મોટાભાગના ATMમાં હવે સિક્યુરિટી હોતી નથી. જેનો તસ્કરો દ્વારા લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. ગોત્રી પોલીસે ATMના CCTV કૂટેજ મેળવી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે એક આરોપીની ધરપકડ કરી
આ બનાવમાં પોલીસે અકોટા વિસ્તારમાં આવેલ 73, મિર્ઝા કોલોનીમાં રહેતા સરફરાજ શબીર શેખની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી 7 નંગ સ્પિલ્ટ AC, એક આઉટડોર, નેક વિન્ડો AC, બાઇક અને એક મોબાઇલ મળીને કુલ 1.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...