ચોરી:કરજણના જુના બજારમાં તસ્કરોએ ઓફિસ સાથેના બંધ મકાનને નિશાન બનાવી 4.90 લાખની મુદ્દામાલ ચોરી કરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા જિલ્લાના કરજણના જુના બજારમાં તસ્કરોએ ઓફીસ સાથેના બંધ મકાનને નિશાન બનાવી રોકડ તથા 11 તોલા સોનાના દાગીના મળી રૂપિયા 4.90 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. અસરફનગરમા બનેલા ચોરીના આ બનાવ અંગે કરજણ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના કરજણના જુના બજારમાં આવેલ અસરફ નગરમાં મહમંદ અલ્તાફ અબ્દુલરઝાક મેમણ વેપાર કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ કરજણમાં સિનેમા રોડ ઉપર આવેલા પોતાના મકાનમાં નિરમા અને આઇટીસી કંપનીના ડીલર તરીકે વેપાર કરે છે. અને ઘરમાં જ ઓફિસ ધરાવે છે. તેઓ તા. 19 ડિસેમ્બરના રોજ રાત્રે સીનમાં રોડ પરના મકાનમાં આવેલી ઓફિસ બંધ કરી પોતાના મકાનમાં ગયા હતા. બીજા દિવસે સવારે પરત ઓફિસ પર ફર્યા હતા. ત્યારે ઓફિસના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો જોતા ચોકી ઉઠ્યાં હતા.

દરમિયાન તેઓ ઓફિસમાં જઇ વધુ તપાસ કરતા ઓફિસનો તમામ સામાન વેરિવખેર જોવા મળ્યો હતો. તેમજ તિજોરીમાં રહેલો સામાન પણ વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. આથી તેઓને ચોરી થઇ હોવાનું જણાયું હતું. ઓફિસમાંથી થયેલી ચોરીની જાણ અશરફભાઇએ પરિવારને કરી હતી. તે બાદ તિજોરીમાં તપાસ કરતા તિજોરીમાં રાખેલ સોનાચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી થઇ બહાર આવ્યું હતું.

તિજોરીમાંથી 3.5 તોલાની 4 સોનાની લગડી, 2 તોલાનો સોનાનો ચેઇન, 1 તોલાનો સોનાનું પેન્ડલ, 1 તોલાનો સોનાનું ચેઇન અને પેન્ડલ, 1 તોલાની સોનાની બુટી, 2 તોલાનો સોનાનો હાર અને 20,000ના ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા 20,000 મળી કુલ રૂપિયા 4.90 લાખના મુદ્દામાલ તસ્કરો ચોરી કરી ગયા હતા. દરમિયાન અશરફભાઇએ આ બનાવ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...