ચોરી:વડોદરામાં અલકાપુરી વિસ્તારમાં તસ્કરોએ પ્રોવિઝન સ્ટોરમાંથી 6 લાખ રૂપિયાની ચોરી કરી, એક તસ્કર CCTVમાં કેદ

વડોદરા3 મહિનો પહેલા
ચોરીની ઘટના દુકાનના CCTVમાં કેદ થઇ ગઇ
  • વડોદરા શહેર પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે

વડોદરા શહેરના અલકાપુરી વિન્ડસર પ્લાઝા પાસે શિતલ એપાર્ટમેન્ટમાં આવેલા મહાલક્ષ્મી પ્રોવિઝન સ્ટોરને તસ્કરોએ મોડી રાત્રે નિશાન બનાવી દુકાનમાંથી 6 લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના દુકાનના CCTVમાં કેદ થઇ ગઇ હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે ચોરી કરનાર તસ્કરની શોધખોળ હાથ ધરી છે.

એક તસ્કર દુકાનના CCTVમાં કેદ થઇ ગયો
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં વચનામૃત રેસિડેન્સીમાં રહેતા વિનોદભાઇ ગાંધી સહિત ચાર ભાઇઓની સંયુક્ત માલિકીની અલકાપુરી વિન્ડસર પ્લાઝા પાસે શિતલ એપાર્ટેમેન્ટમાં શોપ નં-1 અને 2માં મહાલક્ષ્મી નામનો મિની સુપર પ્રોવિઝન સ્ટોર આવેલો છે. સોમવારે મોડી રાત્રે દુકાન બંધ કરીને બધા ઘરે ગયા હતા. દરમિયાન કોઇ અજાણ્યો શખસ દુકાનના શટરનો નકૂચો ગેસ કટરથી કાપીને દુકાનમાં પ્રવેશ્યો હતો અને દુકાનના ડ્રોઅરમાં પડેલા દિવસ દરમિયાનના વકરાની રૂપિયા 6 રકમની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જોકે, ચોરી કરવા માટે ઘૂસેલો તસ્કર દુકાન સ્થિત CCTVમાં કેદ થઇ ગયો હતો.

પોલીસે CCTV ફૂટેજના આધારે ચોરી કરનાર તસ્કરની શોધખોળ હાથ ધરી
પોલીસે CCTV ફૂટેજના આધારે ચોરી કરનાર તસ્કરની શોધખોળ હાથ ધરી

સિક્યુરીટી ગાર્ડે ચોરી થઇ હોવાની જાણ કરી
ચોરીના આ બનાવ અંગે વિનોદભાઇ ગાંધીએ જણાવ્યું હતું કે, સવારે દુકાન પાસે આવેલા કોમ્પ્લેક્ષના સિક્યુરીટી ગાર્ડનો દુકાનના શટર તૂટેલા હોવાનો ફોન આવ્યો હતો. ફોન આવતા જ મારો ભત્રીજો પિન્ટુ તેના નાના ભાઇને લઇ દુકાને પહોંચ્યો હતો. જ્યાં તેને દુકાનનું શટર તૂટેલું જોતા તુરંત જ મને ફોન આવતા હું પણ દુકાન ઉપર પહોંચ્યો હતો. તે સમયે સ્થળ પર આવી ગયેલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

રાત્રિ પેટ્રોલિંગના શહેર પોલીસ તંત્રના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે
રાત્રિ પેટ્રોલિંગના શહેર પોલીસ તંત્રના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે

ગેસ કટરથી શટરનો નકૂચો તોડીને તસ્કર અંદર પ્રવેશ્યો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુકાનમાં તસ્કરે તાળું તોડ્યું નથી. પરંતુ,ગેસ કટરથી શટરનો નકૂચો તોડીને અંદર પ્રવેશ્યો છે. દુકાનમાં એક જ વ્યક્તિ પ્રવેશ્યો છે અને તે દુકાન ગલ્લામાં મુકેલા રૂપિયા 6થી 7 લાખ રોકડની ચોરી કરી ગયો છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ અને CCTV ફૂટેજના આધારે ચોરીના આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

રાત્રિ પેટ્રોલિંગના પોલીસ તંત્રના દાવા પોકળ સાબિત થયા
ઉલ્લેખનિય છે કે, રાત્રિ પેટ્રોલિંગના શહેર પોલીસ તંત્રના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. શહેરમાં રોજબરોજ વધી રહેલા ચોરીના બનાવોએ પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી દીધા છે. રાત્રી દરમિયાન શહેરના મકરપુરા જીઆઇડીસીમાં સ્ટીલની દુકાનમાં તેમજ વાઘોડિયા રોડ ઉપર ઉકાજીના વાડીયામાં એક ઘરને તસ્કરોએ નિશાન બનાવી લાખ્ખો રૂપિયાની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે.

અન્ય સમાચારો પણ છે...