તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:વડોદરામાં માતાના ઘરે ગયેલી મહિલાના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, 95 હજારની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં માતાના ઘરે રહેવા ગયેલી મહિલાના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનમાં લાકડાના કબાટમાં રહેલી સોના-ચાંદીના ઘરેણાવાળી એલ્યુમિનિયમની પેટીની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પડોશીએ જાણ કરતા મહિલા ઘરે દોડી ગઈ
બે દિવસ અગાઉ વડોદરા શહેરના પ્રતાપનગર ડભોઇ રોડ પર આવેલી તેજાબમિલની ચાલી ખાતે રહેતા મનિષાબેન પરમારના પતિ આણંદ ખાતે વતનમાં ગયા હતા. જેથી તેઓ ઘરને તાળું મારીને માતાને ત્યાં રહેવા ગયા હતા. બીજા દિવસે પડોશીએ જાણ કરી હતી કે, તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે, જેથી મનિષાબેન ઘરે દોડી આવ્યા હતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મકાનનો મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો છે અને અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશીને લાકડાના કબાટનો નકુચો તોડીને તેમાં રાખેલી એલ્યુમિનિયમની પેટીમાં રાખેલા સોના ચાંદીના ઘરેણાની પેટી સાથે ચોરી કરીને નાસી છૂટ્યા હતા.

પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
એલ્યુમિનિયમની પેટીમાં ત્રણ સોનાની બંગડી, સોનાની ચેન, સોનાનું મંગળસૂત્ર, સોનાનો સેટ અને ચાંદીના છડા સહિત 95 હજારની કિંમત ધરાવતા દાગીના હતા. વાડી પોલીસે આ મામલે ગુનો નોંધીને તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો