તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Smugglers Flee After Stealing Gold And Silver Jewelery And Cash Worth Rs 60,000 From A House Where A Family Was Sleeping On Vadodara Ajwa Road

ચોરી:વડોદરા આજવા રોડ પર પરિવાર ધાબે સુવા જતા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળીને 60 હજારની ચોરી કરીને તસ્કરો ફરાર

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી વ્રજધામ સોસાયટીમાં રહેતો પરિવાર ધાબે સુવા જતા ત્રાટકેલા તસ્કરો તિજોરીના લોકરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ 60 હજાર ઉપરાંતની મત્તા ચોરી નાસી છૂટ્યા હોવાનો બનાવ બાપોદ પોલીસ મથકે નોંધાયો છે. અત્રે નોંધનીય છે કે, ફરિયાદીની દીકરી શોર મચાવે તે અગાઉ બાઈક સવાર તસ્કરો ફરાર થવામાં સફળ રહ્યા હતા.

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી વ્રજધામ સોસાયટીમાં રહેતા સંજયભાઈ પટેલ ફુલ વેચવાનો વેપાર કરે છે. રવિવારે તેમનો પરિવાર મકાનને તાળું મારી ધાબા ઉપર સુવા માટે ગયો હતો. દરમિયાન વહેલી સવારે ચાર વાગ્યે દીકરી બાથરૂમ જવા ઉભી થતાં શંકાસ્પદ વ્યક્તિ દોડતો નજરે ચડ્યો હતો અને થોડે દૂર બાઈક લઈને ઉભી રહેલી અજાણી વ્યક્તિ સાથે તે ફરાર થઈ ગયો હતો.

નીચે આવીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અજાણ્યા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી તિજોરીના લોકરમાંથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા ચોરી ફરાર થઈ ગયા હતા. જેમાં સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટી, સોનાનું પેન્ડલ, સોનાની બુટ્ટી, ચાંદીના સિક્કા, ચાંદીની પાયલ અને રોકડા રૂ 10 હજાર મળી કુલ 60,500ની મમતા પરિવારે ગુમાવી હતી.

અન્ય સમાચારો પણ છે...