તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરો ત્રાટક્યા:વડોદરાના પદમલા પાસે કંપનીના ગોડાઉનમાં બારી કાપી પ્રવેશેલા તસ્કરો 3.70 લાખ રૂપિયાની કિંમતના કોપર-એલ્યુમિનિયમના કેબલ ચોરીને ફરાર

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કંપનીના CCTVમાં બે બુકાનીધારી તસ્કરો કેદ થઇ ગયા

વડોદરા નજીક પદમલા ગામ પાસે આવેલી કંપનીના ગોડાઉનની લોખંડની બારી કાપીને તસ્કરો 3.70 લાખ રૂપિયાથી વધુની કિંમતના કોપર અને એલ્યુમિનિયમના કેબલ ચોરી નાસી છૂટ્યા હતા. આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે CCTV ફૂટેજના આધારે બુકાનીધારી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

તસ્કરો 3,70,242 રૂપિયાની કિંમતના એલ્યુમિનિયમ-કોપરના વાયર ચોરીને નાસી છૂટ્યા
વડોદરા શહેર નજીક પદમલા ગામ પાસે આવેલી ગ્રીન ઇલેક્ટ્રિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની એલ્યુમિનિયમના કેબલ છૂટક તથા જથ્થાબંધ વેચે છે. ગત 12 જૂન શનિવારના રોજ સાંજે 7 વાગ્યે રાબેતા મુજબ કંપનીના કર્મચારીઓ ગોડાઉન બંધ કરીને ઘરે ગયા હતા. રવિવારે રજા હોવાથી સોમવારે કંપનીના સુપરવાઇઝર ગોડાઉન ઉપર પહોંચતા અજાણ્યા તસ્કરો ગોડાઉનની પાછળના ભાગે આવેલી લોખંડ ની જાળી કાપી ગોડાઉનમાં પ્રવેશ્યા હતા અને 3,70,242 રૂપિયાની કિંમતના એલ્યુમિનિયમ અને કોપરના વાયર ચોરીને નાસી છૂટ્યા હતા.

CCTVમાં બે બુકાનીધારી તસ્કરો કેદ થઇ ગયા
કંપનીના CCTVની ચકાસણી કરતા બે અજાણ્યા બુકાનીધારી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની હકીકત છતી થઇ હતી. ફરિયાદના આધારે છાણી પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...