તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વડોદરામાં પરિવાર લગ્નના કામ માટે અંકલેશ્વર જતા બંધ મકાનમાંથી 1.41 લાખ રૂપિયાની મત્તા ચોરીને તસ્કરો ફરાર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રવિવારે પાડોશીએ જાણ કરી હતી કે, તેમના મકાનનું તાળું તૂટેલું છે અને તિજોરી ખુલ્લી છે

વડોદરા શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી વિષ્ણુકૃપા સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ લગ્નના કામ અર્થે બહાર ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને 1.41 લાખ રૂપિયાની મત્તા ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે પરિવારે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પાડોશીએ જાણ કરી હતી કે, તેમના મકાનનું તાળું તૂટેલું છે અને તિજોરી ખુલ્લી છે
વડોદરા શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી વિષ્ણુકૃપા સોસાયટીમાં રહેતા મિતલકુમાર પટેલ મંજુસર GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે નોકરી કરે છે. 2 જુલાઈના રોજ તેઓ પોતાના મકાનને તાળું મારી અંકલેશ્વર ખાતે લગ્નના કામ અર્થે ગયા હતા. દરમિયાન રવિવારે પાડોશીએ જાણ કરી હતી કે, તેમના મકાનનું તાળું તૂટેલું છે અને તિજોરી ખુલ્લી છે તપાસ કરતા અજાણ્યા તસ્કરો તિજોરીના લોકરમાં રાખેલા સોના ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા 50 હજાર મળી કુલ 1,41,850ની મત્તાની ચોરી કરીને નાસી છૂટ્યા હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
મિતલકુમાર પટેલે વડોદરા આવ્યા બાદ પોલીસે જાણ કરી હતી અને સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...