શહેરમાં માઈક્રો ટનલિંગ સિસ્ટમથી કામો જબરજસ્તીથી ઉભી કરવામાં આવે છે અને જે કામ રૂ. 10 લાખમાં થતું હોય તે કામ કરોડોમાં કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે પૂર્વ વિપક્ષી નેતાએ તપાસ કરાવવા માંગ કરી છે. ચંદ્રકાન્ત શ્રીવસ્તાવે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી કે વડોદરામાં માનીતા કોન્ટ્રાક્ટરોને આર્થિક ફાયદો કરાવવા માઈક્રો ટનલિંગ સિસ્ટમથી કામો જબરજસ્તીથી અપાયા છે. જે કામ રૂા. 10 લાખમાં થતું હોય તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે.
સુભાનપુરા ખાતે સપનાના વાવેતરથી પંપિંગ સ્ટેશન સુધી ઓનલાઇન સિસ્ટમથી નાખવાના કામનો એસ્ટીમેટ બનાવતી વેળાએ 50 નંગ ડમી મારવાનું કામ લીધું છે. ડમી મારવાના કરોડો રૂપિયાનું વધારાનું કામ લઈને આવ્યા છે. ડમી મારવાનું કામ એટલે ખાડા ખોદતી વેળાએ ત્યાં પાણી, ડ્રેનેજ સહિતની લાઈનનું પાણી રોકવા માટેની કામગીરી. 300થી 400 મીટર ડિવોટરિંગ કામની અંદર 50 ડમી મારવાનું નક્કી કર્યું છે. પરંતુ આ કામમાં ડમીની જરૂર ના હોય. વારસિયા આરટીઓ પાસે માઈક્રો ટર્નિંગ સિસ્ટમથી ડ્રેનેજ લાઈનના કામમાં પાણી ઉલેચવાનું અને ડમીના કામમાં ગોઠવણ કરેલી હોય તેમ દેખાય છે.
જુના પાદરા રોડ ખાતે મનીષા ચોકડી સુધીના માઇક્રોટનલિંગના કામમાં કરોડોના ભ્રષ્ટાચારની બુમો ઉઠી હતી. તમામ ટેન્ડરો એક જ અધિકારી 8 વર્ષથી કાઢે છે. આ તમામની તપાસ થાય અને કામગીરીને બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ પદ્ધતિનો હેતુ ટ્રાફિક ચાલુ રહે અને કામ થાય તે હતો. છતાં રોડ બંધ કરવા પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.