તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પોર્ટસ:સ્મિત પટેલ બરોડા ટીમ છોડી અમેરિકા માટે રમશે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીસીએને હવે નવો વિકેટકીપર શોધવો પડશે

વડોદરા રણજી ટીમમાંથી રમતાં વિકેટ કીપર સ્મિત પટેલે બીસીએ ટીમને બાયબાય કરી દીધી છે જેના પગલે બીસીએ ટીમે હવે નવો વિકેટ કીપર આગામી સિઝન માટે શોધવો પડશે. અમેરિકા અને અન્ય દેશોની વિવિધ લીગ મેચો રમવા માટે સ્મિત પટેલે બીસીસીઆઈની તમામ ટુર્નામેન્ટમાંથી નિવૃતી લીધી છે. વિકેટ કીપર બેટસમેન તથા અંડર-19 વિશ્વક્પમાં ચેમ્પિયન બનેલી ભારતીય ટીમના સભ્ય રહી ચુકેલા સ્મિત પટેલે ગયા વરસે વડોદરા ટીમ વતી પ્રતિનિધિત્વ કર્યું હતું. તે અત્યારે અમેરિકાની ન્યુ જર્સી બ્લેકકેપ્સ નામની કલબ વતી રમી રહ્યો છે.

જો કે તે ણે અમેરિકાની નેશનલ ટીમ માટે રમવું હશે તો તેણે ઓછામાં ઓછા ત્રણ વર્ષ અમેરિકામાં જ રહેવું પડશે.બીસીએના સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે, સ્મિત પટેલે આ અંગે બીસીએ પાસેથી એનઓસી માંગી હતી અને બીસીએ દ્વારા તે આપી દેવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બહારના ક્રિકેટરોને રમાડી લોકલ ક્રિકેટરોને પડતા મુકવાની શોખીન બીસીએને વધુ એક ફટકો પડયો છે. સ્મિતને રમાડવામાંં સ્થાનિક વિકેટ કીપર મિતેશ પટેલને ટીમ બહાર રહેવું પડયું હતું.

અન્ય સમાચારો પણ છે...