તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વેક્સિનેશન માટે 200નો સ્લોટ ઘટાડી 120 કરાયો

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રસીનો ટાર્ગેટ પૂરો ન થતાં સ્લોટ ઓછા કર્યા
  • 18 થી 44 વર્ષના માત્ર 6950 લોકોએ રસી મુકાવી

શહેરમાં ચાલી રહેલા રસીકરણનો ટાર્ગેટ પૂરો ન થતાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ટાર્ગેટ જ ઘટાડી નાખવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનને રોજ 18થી 44 વર્ષના 20 હજાર લોકોને રસી આપવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.

જોકે છેલ્લા એક સપ્તાહથી રસીકરણમાં લોકોનો રસ ઘટી રહ્યો હોવાને પગલે 200ને બદલે હવે રોજના 120નો સ્લોટ કરી દેવામાં આવ્યો છે. ગુરુવારે 18થી 44 વર્ષના માત્ર 6950 લોકોએ પ્રશ્નો પ્રથમ ડોઝ લીધો હતો, જ્યારે 45થી ઉપરના 1454 લોકોએ પ્રથમ ડોઝ તેમજ 122 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

બીજી તરફ શહેરમાં કોવેક્સિન ન આવતાં પહેલો ડોઝ લેનારા લોકો અટવાયા છે. જ્યારે કોવીશિલ્ડ માટે પ્રથમ ડોઝ લેવામાં નાગરિકોનો ઉત્સાહ ઘટી રહ્યો છે, જેને પગલે ટાર્ગેટ પૂરું થઈ શકતું નથી. આરોગ્ય વિભાગ દ્વારા ઘટાડેલા ટાર્ગેટ અંગે મુખ્ય આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. મહત્તમ ટાર્ગેટ 20 હજારનો છે, પરંતુ તેનાથી ઓછા લક્ષ્ય સાથે કામ કરી શકાય છે. શહેરમાં રસીકરણનો વ્યાપ વધારવા તમામ સ્તરેથી પ્રયત્નો કરાઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...