તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનમાં ચોરી:સૂર્યનગરી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી સુરતની નિંદ્રાધીન મહિલાનું 3 લાખ રૂપિયાની મત્તા ભરેલુ પર્સ ચોરીને ગઠિયો ફરાર

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન(ફાઇલ તસવીર) - Divya Bhaskar
સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન(ફાઇલ તસવીર)
  • વડોદરામાં જિમ્નેશિયમ ટ્રેનરના ઘરમાં 75 હજારની મત્તા ચોરી

મકાનના વાસ્તુ પ્રસંગે સુરતથી જોધપુર જવા સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી નિંદ્રાધીન મહિલા મુસાફરનું 3.05 લાખ રૂપિયાની મત્તા ભરેલું પર્સ અજાણ્યો ગઠિયો ચોરીને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે વડોદરા રેલવે પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ટ્રોલી બેગમાંથી પણ લેડીઝ પર્સની ચોરી થઇ
ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરના મોબાઇલ ફોન તથા ચેઇન આંચકી લેવાની સાથે સાથે નીંદ્રાધિન મુસાફરોના સરસામાનની ચોરી થવાનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યું છે. મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં સુરત ખાતે રહેતા સીમાબેન તવાણી ગત 16 જુલાઇના રોજ વાસ્તુ પ્રસંગે જોધપુર જવા દીકરી સાથે સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમની પાસે ટ્રોલી બેગ સહિતનો સામાન હતો. 20 જુલાઈના રોજ વહેલી સવારે વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન ઉભી રહેતા દીકરીનો મોબાઇલ ફોન મળી ન આવતા તપાસ કરી હતી. આ ઉપરાંત ટ્રોલી બેગમાંથી પણ લેડીઝ પર્સની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે CCTVની મદદથી તપાસ હાથ ધરી
ચોરી થયેલા પર્સમાં રોકડા 20 હજાર રૂપિયા, 1.20 લાખ રૂપિયાની કિંમતની ત્રણ તોલાની સોનાની ચેન, 80 હજાર રૂપિયાની કિંમતની સોનાની બંગડી, 40 હજાર રૂપિયાની કિંમતનું સોનાનું બ્રેસલેટ, 20 હજાર રૂપિયાની કિંમતની સોનાની વીંટી, 25 હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન સહિત અગત્યના કાગળો ગઠિયો ચોરી ગયો હતો. આ બનાવ અંગે રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રેલવે સ્ટેશન ઉપરથી CCTV ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

જિમ્નેશિયમ ટ્રેનરના ઘરમાં 75 હજારની મત્તા ચોરી
બીજી તરફ વડોદરાના વારસિયા વિસ્તારમાં જિમ્નેશિયમ ટ્રેનરના ઘરે ત્રાટકેલા અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડા રૂપિયા મળી 75 હજારની મત્તા ચોરીનો બનાવ વારસિયા પોલીસ મથકે નોંધાયો છે. અત્રે નોંધનીય છે કે, પરિવારે ગીરવે મૂકેલા દાગીના બે દિવસ અગાઉ ઘરે લાવ્યા બાદ તસ્કરો ચોરી કરીને નાસી છૂટતા પડતા પર પાટું સમાન ઘાટ સર્જાયો છે.

દાગીના પરત છોડાવી ઘરની તિજોરીમાં રાખ્યા હતા
વડોદરાના વારસિયા રિંગ રોડ ઉપર આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા રાહુલભાઇ કહાર જીમ્નેશિયમમાં ટ્રેનર તરીકે નોકરી કરે છે. તેમણે બહેનના દાગીના ધંધા માટે ફાઇનનાન્સ કંપનીમાં ગોલ્ડ લોનમાં ગીરવે મૂક્યા હતા. જે દાગીના પરત છોડાવી ઘરની તિજોરીમાં રાખ્યા હતા. દરમિયાન રાત્રે પરિવાર જમી પરવારી મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી પ્રથમ માળે સુવા માટે ગયો હતો. વહેલી સવારે પરિવાર ઉઠતા ઘરનો સામાન વેરવિખેર જણાતા ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશેલા અજાણ્યા તસ્કરો તિજોરીનું લોક તોડીને તેમાંથી પિયા 35 હજારની કિંમત ધરાવતી સોનાની 5 નંગ વીંટી, 30 હજારની કિંમતનું દોઢ તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર તથા રોકડા રૂપિયા 10 હજારની મતા ચોરી ફરાર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...