મોરબી ઝૂલતા પુલ કાંડ બાદ પાલિકાનું તંત્ર ડગમગ્યું:રેલવે સ્ટેશન પાસેનો સ્કાય વોક બંધ કરાયો, નાગરવાડામાં રાતોરાત રસ્તો બનાવીને ઝૂલતી પગદંડી તોડવાની કવાયત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાગરવાડામાં 40 વર્ષથી 150થી વધુ લોકો આ પુલ પરથી અવર-જવર કરે છે, પાલિકાએ 9 કલાકમાં 15 બ્રિજ ચેક કરી દીધા!
  • મ્યુ.કમિશનરની િબ્રજ અને જર્જરિત ઈમારતો ચેકિંગ કરવા સૂચના

મોરબીમાં થયેલી પુલ હોનારત બાદ રાજ્યમાં ઠેર ઠેર બ્રિજ અને અન્ય સ્થળોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરાનું પાલિકા તંત્ર પણ સફાળું જાગ્યું છે. શહેરમાં આવેલા ગાયકવાડી સમયના પુલ તેમજ અન્ય બ્રિજ અને મોલ-મલ્ટિપ્લેક્સ તેમજ જર્જરીત ઇમારતોની તપાસ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી છે અને તેનો રિપોર્ટ બુધવાર સુધીમાં આપવા જણાવ્યું છે. બીજી તરફ મોડી રાત્રે રેલવે સ્ટેશન પાસેનો સ્કાય વોક પણ બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે કાસમઆલા નજીક છેલ્લાં 40 વર્ષથી વિશ્વામિત્રી નદીના કોતરમાં ભંગારમાંથી બનાવેલો બ્રિજ પણ તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓને શહેરના બ્રિજ, ગાયકવાડી સમયના બ્રિજ, નાળા, મલ્ટિપ્લેક્સ તેમજ શહેરમાં આવેલી જર્જરીત ઈમારતો ચેક કરવા સૂચના આપી છે. સિટી એન્જિનિયર સહિત બ્રિજ પ્રોજેક્ટ વિભાગની ટીમો મંગળવારે કામે લાગી હતી. સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર અને તેમની ટીમે સયાજીબાગ ગેટ-1 પાસેનો બ્રિજ, સયાજીબાગમાં વાઘખાના પાસેનો બ્રિજ તેમજ કોમર્સ કોલેજ પાસે વિશ્વામિત્ર બ્રિજ પર નિરીક્ષણ કર્યું હતું. તદુપરાંત અન્ય ટીમોએ શહેરના અન્ય 11 બ્રિજોનું ચેકિંગ કર્યું હતું. બુધવારે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં આ અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

બ્રિજ તોડીને રસ્તો બનાવવા સામે સ્થાનિક રહીશોનો વિરોધ
મોડી રાત્રે કાસમઆલા બ્રિજનો એક ખુણો તોડીને ત્યાંથી રસ્તો બનાવવા માટેની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવતાં અતુલપાર્ક સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો હતો.સાથે આ જગ્યા ખાનગી માલિકીની હોવાથી તેમાં કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવતાં લોકોએ પાલિકાની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો કર્યો હતો અને જમીનના માલિકંે કામગીરી સામે વાંધો ઉઠાવ્યો હતો.પાલિકાના ચોપડે 1533 જેટલી જર્જરિત ઇમારતો નોંધાયેલી છે.

મોરબીની ગોઝારી ઘટના બાદ વડોદરામાં મ્યુનિસિપલ કમિશનરે બ્રિજની સાથે આમ જનતાને નુકસાન પહોંચાડી શકે તેવી જર્જરિત ઇમારતોની પણ તપાસ કરવા સૂચના આપી છે. ત્યારે વડોદરા શહેરમાં 1533 જેટલી જોખમી ઇમારતો આવેલી છે. જે અંગે કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

નાગરવાડામાં 40 વર્ષથી પાટિયાના બનાવેલા પુલ પર લોકો જોખમી રીતે અવર-જવર કરે છે. બીજી તરફ પાલિકા દ્વારા મોડી રાત્રે કાસમઆલા બ્રિજનો એક ખૂણો તોડી રસ્તો બનાવવાનું શરૂ કરતાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.

સિટી ઇજનેર સહિતની ટીમે કયા કયા બ્રિજની મુલાકાત લીધી?
1. સમા-હરણી બ્રિજ
2. ઊર્મિ સ્કૂલ પાસેનો બ્રિજ
3. મંગલ પાંડે બ્રિજ
4. ઇએમઇ લો લેવલ બ્રિજ
5. ભીમનાથ બ્રિજ
6. કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ બ્રિજ
7. નરહરી હોસ્પિટલ પાસેનો બ્રિજ
8. તુલસીવાડી ખાડી બ્રીજ-1
9. તુલસીવાડી ખાડી બ્રીજ-2
10. કાસમાલા બ્રિજ
11. આરાધના ટોકીઝ પાસેનો બ્રિજ
12. કમાટીબાગ ગેટ નં. 1 પાસેનો િબ્રજ
13. સયાજીબાગ વાઘ ખાના પાસેનો બ્રિજ
14. કોમર્સ કોલેજ પાસેનો િવશ્વામિત્રી િબ્રજ
15. પ્લેનેટોરિયમ પાસેનો િબ્રજ

અન્ય સમાચારો પણ છે...