સિદ્વિ:કરમસદથી SOU સુધી 145 કિમીનું સ્કેટિંગ કર્યુ, એકતા દિવસે પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીની સિદ્વિ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

એકતા દિવસે પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થી અગસ્ત્ય વાલાંદએે કરમસદથી એસઓયુ સુધી ૧૪૫ કિલોમીટરનું સ્કેટિંગ કર્યુ હતું. પારૂલ યુનિવર્સિટીના બીબીએના અંતિમ વર્ષના વિદ્યાર્થી અને સ્કેટર, અગસ્ત્ય વાલાંદેએ કરમસદથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી સુધી રોલર સ્કેટિંગ કરી સરદરા વલ્લભભાઇ પટેલને સન્માન આપ્યંુ હતું. ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાનને શ્રાદ્ધાંજલિ આપવાના માર્ગ તરીકે, પારૂલ યુનિવર્સિટીના આ વિદ્યાર્થીએ કમરસદથી સ્ટેચ્યુ ઑફ્ યુનિટી સુધીની ૧૪૫ કિલોમીટરની સફ્ર સ્કેટિંગ કરી પૂર્ણ કરી હતી.

સરદાર વલ્લભાઈ પટેલના સન્માનમાં આ પ્રતિષ્ઠિત સીમાચિહન સુધીની તેમની યાત્રા ૩૧મીની સવારે શરૂ થઈ હતી અને ૧લી નવેમ્બરના રોજ તેમના ગંતવ્ય સ્થાને પહોંચી હતી. રોજના ત્રણ કલાક પ્રેક્ટીસ કરી તેને તૈયારીને આખરી ઓપ આપ્યો હતો.યાત્રાને આણંદ જિલ્લા કલેક્ટર એમ. વાય. દક્ષિણી અને આણંદ મતવિસ્તારના ધારાસભ્ય મિતેશ પટેલે લીલી ઝંડી આપી હતી.

પોતાની આ સફળતા માટે અગસ્ત્યએ જણાવ્યું હતું કે, શરૂઆતથી જ હું જાણતો હતો કે આ મુસાફરી સરળ નથી. તેથી મેં ૩ મહિના પહેલા તૈયારી શરૂ કરી હતી અને હું રોજ 3 કલાક સ્કેટિંગ કરતો હતો. મારી સહનશક્તિ વિકસાવી અને રોકાયા વિના લાંબા સમય સુધી સ્કેટ કરવાની મારી ક્ષમતા વિકસાવવાનો પ્રયાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...