પરિક્રમામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા:રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પાવાગઢ છઠ્ઠી પરિક્રમાનો પ્રારંભ, 2 હજાર લોકો જોડાયા, મોટાભાગના લોકોએ માસ્ક ન પહેર્યા

હાલોલ16 દિવસ પહેલા
છઠ્ઠી પાવાગઢ પરિક્રમા યાત્રાનો ધાર્મિક પૂજા વિધિ બાદ પ્રારંભ કરાયો હતો
  • વાઘેશ્વરી માતાના મંદિરથી પરિક્રમા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે, ત્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે છઠ્ઠી પાવાગઢ પરિક્રમા યાત્રાનો ધાર્મિક પૂજા વિધિ બાદ પ્રારંભ કરાયો હતો. જેમાં પંચમહાલ, દાહોદ અને વડોદરા સહિત 2 હજાર જેટલા પદયાત્રીઓ જોડાયા હતા. જોકે, પરિક્રમામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા અને મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યા નહોતા.

પરિક્રમાના પ્રારંભે સંતો-મહંતો હાજર રહ્યા
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજથી પરિક્રમા યાત્રાનો પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનારી પાવાગઢ પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાયા છે. પદયાત્રીઓ માટે પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા તમામ પ્રકારની પ્રાથમિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરિક્રમાના પ્રારંભે જિલ્લાના રામસરણ દાસજી મહારાજ, સંત પ્રસાદ સ્વામી, વિક્રમદાસજી મહારાજ, સ્વામી ગજાનંદ પુરી મહારાજ, લાલાબાપુ તાજપુરા સહિતના સંતો, મહંતો તેમજ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

પરિક્રમાના પ્રારંભે સંતો-મહંતો હાજર રહ્યા હતા
પરિક્રમાના પ્રારંભે સંતો-મહંતો હાજર રહ્યા હતા
પરિક્રમામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા
પરિક્રમામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા

વાઘેશ્વરી માતાજીના મંદિરે યાત્રા પૂર્ણ થશે
પાવાગઢ ખાતે આવેલી વાઘેશ્વરી માતાના મંદિરથી પરિક્રમા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે ટપલાવાવ હનુમાનજી મંદિર, પતાલેશ્વર મહાદેવ કોટકાળી મંદિર, ગેટવે ઓફ પાવાગઢ, મેડી મદાર સિદ્ધનાથ મહાદેવ તાજપુરા સ્થિત પરમ પૂજ્ય નારાયણ બાપુના આશ્રમ ખાતે રાત્રિ રોકાણ બાદ બીજા દિવસે ધાબાડુંગરી, ખુણીયા મહાદેવ ત્યાર બાદ પરત વાઘેશ્વરી માતાજીના મંદિરે યાત્રા પૂર્ણ થશે.

2 હજારથી વધુ ભક્તો જોડાયા
2 હજારથી વધુ ભક્તો જોડાયા

2 હજારથી વધુ ભક્તોએ ઓનલાઇન નોંધણી કરાવી
44 કિલોમીટરની આ ઐતિહાસિક પરિક્રમાં યાત્રામાં જોડાવવા માટે 2 હજારથી વધુ ભક્તોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી. સમગ્ર પરીકમમાં યાત્રામાં કાર્યક્રમોનું આયોજન ડો. પરાગ પંડ્યા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

બે દિવસ ચાલનારી પાવાગઢ પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાયા
બે દિવસ ચાલનારી પાવાગઢ પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાયા
અન્ય સમાચારો પણ છે...