ક્રિકેટ:સ્પર્ધા માટે દેશની છ ટીમો મોડી રાત્રે વડોદરા પહોંચી

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા ટીમ કૂચ બિહાર ટ્રોફી માટે વિશાખાપટ્ટનમ જવા રવાના થઇ હતી. - Divya Bhaskar
વડોદરા ટીમ કૂચ બિહાર ટ્રોફી માટે વિશાખાપટ્ટનમ જવા રવાના થઇ હતી.
  • કૂચ બિહાર ટ્રોફી અંડર-19 ક્રિકેટ સ્પર્ધાનો 29મી નવેમ્બરથી આરંભ
  • વર્તમાન ચેમ્પિયન બીસીએ ટીમ વિશાખાપટ્ટનમ જવા રવાના

વડોદરામાં આગામી 29મી નવેમ્બરના રોજથી કૂચ બિહાર અંડર-19 ટ્રોફીની મેચો રમાશે. જેમાં ભાગ લેવા માટે દેશની છ ટીમો રવિવારે રાત્રે વડોદરા આવી હતી જ્યારે હાલની વિજેતા-ડીફેન્ડીંગ ચેમ્પિયન વડોદરાની ટીમ અન્ય ગ્રુપમાં હોવાથી વિશાખાપટ્ટનમ જવા રવાના થઇ હતી.

બે વર્ષ પહેલાં વડોદરાની અંડર-19 ટીમે ફાઈનલમાં વિદર્ભ ટીમને પરાજય આપીને કૂચ બિહાર ટ્રોફી જીતી લીધી હતી. આ વખતે વડોદરાની ટીમ એલીટ ઇ ગ્રુપમાં છે.જેમાં વડોદરા ઉપરાંત મુંબઇ, કર્ણાટક, હરિયાણા, પોંડિચરી અને જમ્મુ-કાશ્મીર ટીમનો સમાવેશ થાય છે.વડોદરા ટીમે ચેમ્પિયનશી જાળવી રાખવા માટે જોરદાર મુકાબલો કરવાનો રહેશે. જો કે વડોદરાની ટીમ મજબૂત ટીમો પૈકીની હોવાથી અન્ય ટીમો સાથે જોરદાર મુકાબલો થવાની શકયતા છે. જયારે વડોદરામાં એલીટ બી ગ્રુપની મેચો રમાશે જેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કેરલ, રાજસ્થાન, ચંદીગઢ અને દિલ્હીની ટીમનો સમાવેશ થાય છે. બીસીએના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત, સૌરાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને કેરલની ટીમ મોડી રાત સુધી વડોદરા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...