તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ્કની બબાલ:વડોદરામાં ટુ-વ્હીલર પર જતાં શખસોને રોકીને લાઇસન્સ માગતા પોલીસ સાથે ઝપાઝપી કરી, પથ્થરમારો કરીને 6 શખસો ભાગ્યા, 2ની ધરપકડ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 6 શખસોએ પોલીસ સાથે ઝપાઝપી કરીને અભદ્ર ભાષામાં વાતચીત કરી હતી

વડોદરા શહેરના આર.વી. દેસાઇ રોડ પર ટુ-વ્હીલર પર જતા 4 સહિત 6 શખસોએ પોલીસ સાથે ઝપાઝપી કરીને અભદ્ર ભાષામાં વાતચીત કરી હતી અને PCR વાન પર પથ્થરમારો કરીને ભાગી છૂટ્યા હતા. જે પૈકી પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે અને 4 આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે પાંચેય શખસો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ટુ-વ્હીલર પર બેઠેલા 4 શખસોએ માસ્ક નહોતા પહેર્યા
નવાપુરા પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર રમેશભાઇએ આપેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 3 જુલાઇના રોજ રાત્રે 11:45 વાગ્યે આર.વી. દેસાઇ રોડ પર અને સ્ટાફ સાથે હાજર હતા. તે સમયે શક્તિકૃપા સર્કલ તરફથી એક ટુ-વ્હીલર ચાલક કોઇ કારણ વગર હોર્ન વગાડતો પૂરઝડપે આવી રહ્યો હતો. જેથી અમે તેને રોક્યો હતો. બાઇક પર 4 લોકો બેઠેલા હતા અને તેઓએ માસ્ક પણ પહેર્યા નહોતા. જેથી અમે માસ્ક પહેરવાનું કહીને ટુ-વ્હીલરના કાગળો અને લાઇસન્સ માગ્યું હતું.

તમે પોલીસે આ લોકોને કેમ રોક્યા છે. બધાને જવા દો
આ દરમિયાનન પ્રતાપનગર બ્રિજ પાસેથી એક વ્યક્તિને દોડીને આવ્યો હતો અને અમને કહ્યું હતું કે, તમે પોલીસે આ લોકોને કેમ રોક્યા છે. બધાને જવા દો. જેથી અમે તે વ્યક્તિને કહ્યું હતું કે, તમે પણ માસ્ક પહેર્યું નથી. તમારૂ નામ શું છે. આ વખતે બીજો એક વ્યક્તિ પણ ત્યાં આવી ચઢ્યો હતો અને અમારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો અને પકડાયેલા લોકોને છોડી મૂકો તેમ કહીને અમને પોલીસ વિરૂદ્ધ અપશબ્દો બોલવા લાગ્યો હતો.

પીસીઆર વાન પર છૂટ્ટા પથ્થરો ફેંક્યા
પોલીસ સાથે ઝપાઝપી કરીને 4 લોકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે તે લોકોનો પીછો કરતા પીસીઆર વાન પર છૂટ્ટા પથ્થરો ફેંક્યા હતા. પોલીસે પીછો કરતા 2 શખસ પકડાઇ ગયા હતા. જેમાં અજીતસિંહ રાઠોડ અને અક્ષય ગોવિંદસિંહ રાઉલજીનો સમાવેશ થાય છે. પોલીસે બંનેની ધરપકડ કરીને ટોળકી સામે ગુનો નોંધ્યો હતો અને ફરાર થઇ ગયેલા આરોપીઓ સદામહંમદ પઠાણ, ધવલ રાઠોડ, નોસામ પઠાણ અને ગૌતમ વસાવાની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...