વડોદરામાં થર્ટી ફર્સ્ટ પછી પણ પોલીસ સક્રિય:શહેરના જુદા-જુદા વિસ્તારમાં દારૂ સાથે છ લોકો અને દારૂના નશામાં છ પકડાયા

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરામાં થર્ટી ફસ્ટ પછી પણ દારૂ પીધેલા અને દારૂ સાથે લોકોને ઝડપી લેવા માટે શહેર પોલીસ સક્રિય રહી છે. પોલીસે શહેરમાંથી દેશી-વિદેશી દારૂ સાથે છ લોકોને લોકોને ઝડપી લીધા હતો. તો દારૂ પીધેલા છ લોકોને વિવિધ વિસ્તારમાંથી પકડ્યા હતાં.

ત્રણ મહિલા બુટલેગર પણ ઝડપાઇ
શહેરમાં દારૂની 36 બોટલ સાથે પાણીગેટ પોલીસે ભરતભાઇ રતુભાઇ રાઠવા (રહે. નવા પટેલ ફળિયા, બોકડિયા ગામ રંગપુર, છોટાઉદેપુર) ને ઝડપી લીધો હતો. શહેરના પાણીગેટ વિસ્તારમાં હરીશ મોહનસીંગ થાપા (રહે. સ્લમ ક્વાર્ટર્સ, બાવચાવાડ, વડોદરા) વિદેશી દારૂની 4 બોટલ સાથે પકડાયો હતો. છાણી વિસ્તારમાં લીલાબેન સુરેશભાઇ માળી (રહે. દશરથ ગામ) સાત લિટર દેશી દારૂ સાથે પોલીસના હાથે ઝડપાઇ હતી. કોયલી ઇન્દિરાનગર પાસે મીનાબેન માળી નામની મહિલા દેશી દારૂ સાથે પકડાઇ હતી. આ જ વિસ્તારમા શારદાબેન માળી નામની મહિલા પણ દારૂ સાથે પકડાઇ હતી. વાડી વિસ્તારમાં ભરત છગનભાઇ રાઠોડ (રહે. સોમા તળાવ પાસે, વડોદરા) દેશી દારૂ સાથે પકડાયો.

દારૂ પીને ઝઘડો કરતા બે પકડાયા
​​​​​​​
ગોરવા વિસ્તારમાં બે વ્યક્તિ દારૂ પીને ધમાલ કરે છે તેવી કંટ્રોલ રૂમમાં ફરિયાદના આધારે દારૂ પીધેલી હાલતમાં રીકીન મોહનલાલ સાગર (રહે. જેસલ સોસાયટી, સહયોગ ગાર્ડન સામે, ગોરવા, વડોદરા) અને હુસૈન અઝગર અલી ફારૂકી (રહે. ઋષિનગર, ગોરવા પોલીસ સ્ટેશનની બાજુમાં, ગોરવા, વડોદરા) ઝડપાઇ ગયા હતાં.

બાપોદ, પાણીગેટ, રાવપુરામાં દારૂ પીધેલા ઝડપાયા
​​​​​​​
બાપોદમાં કિશનવાડી પોલીસ ચોકી પાસે મનોજ ઉર્ફે બબલુ કિશોરભાઇ આઇદાસાણી (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ) દારૂ પીધેલી હાલતમાં ઝડપાઇ ગયો હતો. જે.પી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાલિદ ઇકબાલહુસે મલેક (રહે. પંચમુખી હાઉસિંગ વુડા, વાસણા ભાયલી રોડ, વડોદરા) દારૂ પીધેલી હાલતમાં પકડાયો હતો. પાણીગેટ પોલીસે જ સાહબાજખાન પઠાણ (રહે. ચોખંડી, વડોદરા) દારૂ પીધેલી હાલતમાં પકડી લીધો હતો. રાવપુરા વિસ્તારમાં દારૂ પીને વાહન પર નિકળેલા સંતોષ સુર્યકાંત ઉત્તેકર (રહે. સ્લમ ક્વાટર્સ, પ્રકાશનગર પાસે, કારેલીબાગ, વડોદરા)ને પોલીસે પકડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...