વોન્ટેડ આરોપીઓ ઝડપાયા:વડોદરામાં 7 કરોડની સુપર આઇ.ડી. પર ક્રિકેટનો સટ્ટો રમવાના કેસમાં વધુ 6ની ધરપકડ

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
IPL સટ્ટા કેસમાં પકડાયેલા 6 આરોપીઓ - Divya Bhaskar
IPL સટ્ટા કેસમાં પકડાયેલા 6 આરોપીઓ
  • અત્યાર સુધી કેસમાં કુલ 14 આરોપી ઝડપાયા

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં PCB દ્વારા 7 કરોડની સુપર માસ્ટર આઇ.ડી. પર ક્રિકેટના સટ્ટાનો ગત મહિને પર્દાફાશ કર્યા બાદ વધુ 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી કેસમાં કુલ 14 આરોપીઓ ઝડપાયા છે.

ઝડપાયેલા 6 આરોપીઓ
-મોહંમદ મુનાફ ઉર્ફે મોટો અબ્દલુગની વ્હોરા (રહે. વાડી રબારી વાસ, વડોદરા)
-હુશેનખાન ઉર્ફે બામ ઉસ્માનખાન પઠાણ (રહે. કલ્યાણનગર સોસાયટી, યાકુતપુરા, વડોદરા)
-તોફિક ઉર્ફે પપ્પી શેખ (રહે. યાકુતપુરા, વડોદરા)
-ચેતન ઉર્ફે ભાન્જુ કહાર (રહે. કિશનવાડી વુડાના મકાન, વડોદરા)
-મહેંદીહુસેન ભોજાવાલા (રહે. વાડી, વડોદરા)
-આસીફ ગુલામહુસેન શેખ (રહે. સાઇબાબા ચેમ્બર, યાકુતપુરા, વડોદરા)

શું હતો કેસ
PCBને બાતમી મળી હતી કે, વડોદરા શહેરના તરસાલી વડદલા રોડ પર આવેલ કાન્હા રેસિડેન્સીમાં મકાન નંબર 34માં રહેતો રામચંદ્રસિંહ કિશોરસિંહ રાઉલજી હાલ ચાલી રહેલ IPL પર સટ્ટો રમાડવા માટે આઇડી લીધા છે. જેથી પોલીસે દરોડો પાડતા રામચંદ્ર મુંબઇ ઇન્ડિયન્સ તથા ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચેની મેચ સટ્ટો રમતો ઝડપાઇ ગયો હતો. જેને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ગુન્હો નોંધાવમાં આવ્યો હતો.

એક આરોપી અમદાવાદથી ઝડપાયો
દરમિયાન પૂછપરછમાં રામચંદ્રએ કહ્યું હતું કે, તેણે આ આઇડી પાણીગેટ ડબગરવાડમાં રહેતા અને ક્રિકેટ સટ્ટાની આઇડીઓનું સંચાલન કરતા સલમાન ગોલાવાલાને વાત કરતા તેણે તેના માણસ કલ્પેશભાઇ બાંભણીયા પાસેથી એક મહિના અગાઉ 50 હજાર રૂપિયામાં આઇડી ખરીદ્યું હતું. જેથી પોલીસની એક ટીમ તાત્કાલીક અમદાવાદ રવાના થઇ હતી અને વસ્ત્રાલની શાંતિનેકિતેન સોસાયટીથી કલ્પેશ બાંભણીયા ને ઝડપી લીધો હતો.

પૂછપરછમાં ઘટસ્ફોટ
અમદાવાદથી ઝડપાયેલ કલ્પેશ બાંભણીયાએ પૂછપરછમાં ઘટસ્ફોટ કર્યો હતો કે, મુંબઇ ખાતે રહેતા મુખ્ય આરોપી સલમાન ગોલાવાલાએ સુરત ખાતે રહેતા સંજયભાઇ નામના વ્યક્તિ પાસેથી એક વેબસાઇટ પરથી સાત કરોડની આઇડી મેળવી આપી હતી. સલમાન કલ્પેશને આ આઇડી ઓપરેટ કરવા માટે મહિને 25 હજાર પગાર આપતો હતો. તેમજ લેવડ-દેવડના હિસાબ રાખતો હતો. લેવડ-દેવડમાં સુરતના વાડી જહાંગીરપુરામાં રહેતો સુફિયાન પણ સંડોવાયેલ છે. પોલીસે સલમાન ગોલાવાલાના સુપર માસ્ટર તેમજ માસ્ટરના 110 જેટલા ગ્રાહકો શોધી કાઢ્યા છે. જેમાં 100 જેટલા વડોદરાના અને 10 સુરતના છે.

અન્ય સમાચારો પણ છે...