દારૂની મહેફિલ:વડોદરાના લક્ષ્મીપુરામાં બિલ્ડિંગના બેઝમેન્ટમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસની રેડ, દારૂની બોટલ સાથે 6 નબીરા ઝડપાયા

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂની બોટલ, ઠંડા પીણા, 6 મોબાઇલ ફોન અને 4 બાઇક મળીને કુલ 2.33 લાખની મત્તા જપ્ત

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં પાર્ક પ્લાઝા બિલ્ડિંગના બેઝમેન્ટમાં ચાલતી દારૂની મહેફિલ દરમિયાન લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડી 6 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે દારૂની બોટલ, ઠંડા પીણા, 6 મોબાઇલ ફોન અને 4 બાઇક મળીને કુલ 2.33 લાખની મત્તા કબજે કરી હતી.

પોલીસે 6 આરોપીને ઝડપી પાડ્યા
વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે સમયે ચોક્કસ માહિતીના આધારે કુણાલ ચોકડી પાસે આવેલી પાર્ક પ્લાઝા બિલ્ડિંગના બેઝમેન્ટમાં દરોડો પાડી દારૂની મહેફિલ માણી રહેલા 6 શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં કૃતાર્થ મહેશભાઇ પરમાર(રહે, ભાગ્યોદય સોસાયટી, સહયોગ પોલીસ ચોકી સામે, ગોરવા), ભાવેશ ચંપકભાઈ સોલંકી(રહે, શ્રદ્ધા એવન્યુ, દશામા ચોકડી પાસે, ગોરવા ), આકાશ જગદીશભાઈ સોલંકી(રહે, રત્નકર ટેનામેન્ટ, પુષ્પમ ટેનામેન્ટની પાછળ ગોત્રી રોડ), ભૌમિક પ્રકાશભાઈ પંચાલ(રહે, સૌરભ પાર્ક, સમતા ફ્લેટની પાછળ, સુભાનપુરા), બેન્ઝામીન ન્યુટનભાઈ કાઠી(રહે, ગુણાતીત પાર્ક, કલ્પવૃક્ષની પાછળ, ગોત્રી) અને ભાવિન જેન્તીભાઈ સોલંકી(રહે, રત્નાકર ટેનામેન્ટ, શ્રીનાથ રેસિડેન્સી સામે,ગોત્રી)નો સમાવેશ થાય છે.

2.33 લાખનો મુદામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે અડધી ભરેલી એક દારૂની બોટલ, એક ખાલી દારૂની બોટલ, ઠંડા પીણાની બોટલ, 6 મોબાઈલ ફોન અને 4 બાઇક મળીને કુલ 2.33 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...