તપાસ શરુ:ભરૂચના ધર્માંતરણ કેસમાં SIT વાયરલ વીડિયોની તપાસ કરશે

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અબ્દુલા ફેફડાવાલા સહિત 9 જણા સામે ગુનો નોંધી 4 જણાની પૂછપરછ

ભરૂચ જિલ્લા કાંકરિયા ધર્માંતરણ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ મામલે પોલીસે 9 શખ્સો સામે ગુનો દાખલ કરી 4 શખ્સોની ધરપકડ પણ કરી છે. દરમિયાન ભરુચ પહોંચેલી વડોદરા પોલીસની ખાસ એસઆઇટીની ટીમે આ 4 આરોપીઓની પુછપરછ કરીને તેઓ કઇ રીતે અબ્દુલા ફેફડાવાલાના સંપર્કમાં આવ્યા હતા અને કેટલા લોકોનું ધર્માંતરણ કરાયું હતું તથા ઉમર ગૌતમ અને સલાઉદ્દીન સાથે સંપર્ક કઇ રીતે હતો તે સહિતના મુદ્દાની તપાસ ચાલુ કરી હતી.

પોલીસે ભરુચ પોલીસે નોંધેલી ફરિયાદ અને તેને લગતાં વધુ પુરાવા પણ એકત્ર કર્યા હતા અને અબ્દુલ્લા ફેફડાવાળાની ભુમિકાની પણ તપાસ શરુ કરી હતી. બીજી તરફ અબ્દુલ્લા ફેફડાવાળાનો 2 વર્ષ જુનો વિડીયો વાયરલ થયો હતો તે વિડીયો પણ એસઆઇટીએ મંગાવ્યો છે અને તેની પણ તપાસ શરુ કરાઇ છે. કાંકરિયામાં વસતા 37 હિન્દુ પરિવારોને લોભ લાલચ આપી ધર્મપરિવર્તન કરાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવાયો હોવાનો પર્દાફાશ થયો હોવાના પ્રકરણમાં વડોદરા એસઓજીના હાથે પકડાયેલા સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની પણ ભુમિકા હોવાનું બહાર આવ્યું છે.

તપાસમાં ભરુચમાં મોટા પાયે ધર્માંતરણ કરાયું હોવાની ટીપ મળતાં વડોદરા પોલીસે ભરુચ પોલીસને જાણ કરી હતી. દેશમાં ગેરકાયદેસર રીતે વિદેશી ફન્ડિંગ લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગનો ચોંકાવનારો ઘટસ્ફોટ કાંકરિયા ગામેથી થયો છે.

અન્ય સમાચારો પણ છે...