• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • SIT Formed, Despite Forming 35 Teams, 5 Agencies Of Gujarat Police Together Could Not Find The Victim's Bicycle, Then When Will The 2 Culprits Be Caught?

વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:SIT રચાઈ, 35 ટીમ બનાવી છતાં પોલીસની 5 એજન્સી મળીને પીડિતાની સાઇકલ શોધી શકી નહીં, 2 નરાધમ ક્યારે પકડાશે?

વડોદરા13 દિવસ પહેલા
નવસારીની યુવતી પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યુટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ થયો હતો.
  • પીડિતાની ગુમ સાઇકલ શોધવા માટે આખા વડોદરા શહેરની પોલીસને કામે લગાડાઈ

નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાત પ્રકરણમાં 21 દિવસ બાદ પણ હજી પણ પોલીસની તપાસ ઠેરની ઠેર છે. 35 ટીમ બનાવીને પોલીસે તપાસ કરી હતી છતાં તેની 5 એજન્સી મળીને પણ પીડિતાની એક સાઇકલ શોધી શકી નથી, તો 2 નરાધમ ક્યારે પકડાશે એ સવાલ ઊઠી રહ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, વડોદરા ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ, વલસાડ પોલીસ અને ગોત્રી પોલીસ સહિતની એજન્સીઓ આ કેસની તપાસમાં લાગી છે. આ ઉપરાંત આ કેસની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે.

રેલવેના પોલીસ મહાનિર્દેશક દ્વારા ટીમની રચના કરાઇ
29 ઓક્ટોબરે નવસારીની યુવતી પર વેક્સિન ગ્રાઉન્ડમાં ખૂબ જ બેરહેમીપૂર્વક બે નરાધમ દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો. એ બાદ પીડિતાએ તેની સાથે બનેલી આ સમગ્ર ઘટનાનો ડાયરીમાં ઉલ્લેખ કર્યો હતો. ત્યાર બાદ ગત 3 નવેમ્બરની મોડી રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પહોંચેલી ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનના કોચમાંથી પીડિતાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસે આ મામલે તપાસ કરતાં પીડિતાના થેલામાંથી એક ડાયરીમાં મળી હતી. એ ડાયરીએ સમગ્ર ઘટનાનો રાઝ ખોલી દેતાં આપઘાતની ઘટના પહેલાં તેની સાથે ગેંગ રેપ થયો હોવાનું ખૂલ્યું હતું. આ બાદ તપાસનો રેલો વડોદરા પહોંચ્યો હતો.

ગેંગરેપ કેસની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે.
ગેંગરેપ કેસની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે.

800 લોકોની પૂછપરછ ધરી
રેલવે પોલીસની તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. આ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બે પી.આઇની ટીમ પણ આ ચકચારી કેસની તપાસમાં જોડાઇ હતી. પોલીસની 35 ટીમ દ્વારા 500થી વધારે સીસીટીવી કેમેરા, બનાવ સમયના મોબાઇલ લોકેશન, 350થી વધુ રિક્ષાડ્રાઇવરો સહિત 800 લોકોની પૂછપરછ કરી હતી, પરંતુ નરાધમોની કોઇ કળી પોલીસને સાપડી નહિ. ઘટનાના 21 દિવસ બાદ આ મામલે સી.આઇ.ડી ક્રાઇમ, રેલવેના પોલીસ મહાનિર્દેશક દ્વારા 9 સિનિયર પોલીસ અધિકારીઓની પસંદગી કરી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે. એસઆઇટીની ટીમ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તપાસની રોજરોજની ગતિવિધિઓથી વાકેફ કરી બંને નરાધમોને પકડવાના પ્રયાસો કરશે.

સાઇકલ મળી, પણ પીડિતાની ન નીકળી
પોલીસે જણાવ્યું હતું કે પોલીસને મેદાન પાસેના બંગલાના વોચમેન પાસેથી શંકાસ્પદ સાઇકલ મળી હતી, જેથી વોચમેનને પૂછતાં આ સાઇકલ મેદાન પાસે પડેલી હોવાથી તેણે લીધી હોવાનું પોલીસને જણાવ્યું હતું. જોકે સાઇકલ રિપેરિંગ કરનારા અને સંસ્થાના કાર્યકરોને પણ એ બતાવી હતી, પણ બંનેએ એ પીડિતાની ના હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થતાં સંસ્થાના કાર્યકરો હવે રાત્રે ઘેર જતી રહેતી હોવાનું પણ પોલીસના ધ્યાનમાં આવ્યું હતું.

પીડિતાની ગુમ સાઇકલ શોધવા માટે આખા વડોદરા શહેરની પોલીસને કામે લગાડાઈ છે
પીડિતાની ગુમ સાઇકલ શોધવા માટે આખા વડોદરા શહેરની પોલીસને કામે લગાડાઈ છે

પીડિતાની ગુમ સાઇકલ શોધવા વડોદરા પોલીસને સૂચના અપાઇ
બીજી તરફ, પીડિતાની ગુમ સાઇકલ શોધવા માટે આખા વડોદરા શહેરની પોલીસને સૂચના આપવામાં આવી છે. ગેંગરેપની ઘટનામાં પરિચિતોની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ, ઘટનાના સાક્ષીઓની પણ ઊલટતપાસ થઇ રહી છે, પણ એક વોચમેન સહિતના સાક્ષીઓ હજુ પણ પોલીસને મળી શક્યા ન હોવાથી પોલીસ તેને શોધી રહી છે. દિવાળીની રજા બાદ વોચમેન જતો રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. ગેંગરેપ બાદ થયા બાદ ઘટનાસ્થળે જોવા મળેલો વોચમેન હજી સુધી પોલીસના હાથે લાગ્યો નથી. જેથી વોચમેન શંકાના ઘેરામાં આવ્યો છે.

માનસિક આઘાતમાં પીડિતાએ આત્મહત્યા કરી
પોલીસે તપાસ દરમિયાન જણાવ્યું હતું કે સાક્ષી, સીસીટીવી તથા યુવતીની ડાયરીને આધારે તપાસ કરતાં યુવતીએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. 29 ઓક્ટોબરે સાંજે વડોદરામાં જગદીશની ગલીમાંથી નીકળતી વખતે પાછળથી ધક્કો મારીને બે શખસ તેને વેક્સિન ગ્રાઉન્ડમાં લઇ ગયા હતા, જ્યાં બંને આરોપીને જોનાર સાક્ષીઓ મળી આવ્યા છે. પોલીસ કહે છે કે 31 ઓક્ટોબર પછી તે નવસારી અને 3 નવમ્બરે સુરત અને ત્યાંથી વલસાડ ગઇ હતી. ત્યાંના સાક્ષીઓ પણ મળ્યા છે. તેણે આત્મહત્યા કરી હોવાનું લાગે છે અને જે કમનસીબ ઘટના ઘટી હતી એના માનસિક આઘાતમાં પીડિતાએ આત્મહત્યા કરી હોવાનું લાગે છે.

વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનના કોચમાંથી પીડિતાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનના કોચમાંથી પીડિતાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.

રેલવે DIGએ ઘટનાસ્થળની મુલાકાત લીધી
રજા પરથી હાજર થયેલા રેલવે ડીઆઇજી અશ્વિન ચૌહાણે ચાર્જ લીધા બાદ વડોદરાની મુલાકાત લીધી હતી અને ઘટના સ્થળનું નિરીક્ષણ તથા રૂટની માહિતી મેળવી હતી અને પોલીસ અધિકારીઓની ગ્રુપ મીટિંગ કરીને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. તેમણે અત્યારસુધીની થયેલી તપાસ સહિતના તમામ મુદ્દાઓની માહિતી મેળવી હતી અને જલદી કેસ ઉકેલાય એ માટે સૂચના પણ આપી હતી. તેઓ ફરીથી આજે શહેરની મુલાકાત લે એવી સંભાવનાં સૂત્રોએ વ્યક્ત કરી હતી.

200થી વધુ સીસીટીવી ચકાસવા ખાસ ટીમ બનાવાઇ
પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારમાંથી 200થી વધુ સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા છે અને તેની ઝીણવટભરી તપાસ માટે ખાસ ટીમ બનાવાઇ છે, જે ફૂટેજની તપાસ કરી રહી છે. એક ફૂટેજમાં 2 શકમંદ ભાગતા જોવા મળ્યા છે, તેની પણ તપાસમાં હજુ કોઇ કડી મળી શકી નથી. બીજી તરફ, પોલીસે 350 રિક્ષાચાલકો અને 800થી વધુ લોકોની પૂછપરછ કરી છે. વડોદરા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ હજુ તપાસ કરી રહી છે. બીજી તરફ હજુ એફએસએલનો રિપોર્ટ ના મળતાં પોલીસ રિપોર્ટની રાહ જોઇ રહી છે. પોલીસની ટીમે ઓએસિસની અન્ય સ્થળે આવેલી ઓફિસમાં પહોંચી પૂછપરછ કરી દસ્તાવેજો કબજે કર્યા હતા. પોલીસ સોમવારે પણ વેક્સિન ગ્રાઉન્ડ પહોંચી હતી અને સંસ્થાના કાર્યકરોની પણ તપાસ ચાલી રહી છે.

પોલીસની 35 ટીમે 500થી વધારે સીસીટીવી કેમેરા તપાસ્યા અને 800 લોકોની પૂછપરછ કરી હતી.
પોલીસની 35 ટીમે 500થી વધારે સીસીટીવી કેમેરા તપાસ્યા અને 800 લોકોની પૂછપરછ કરી હતી.

SITની ટીમમાં કોણ કોણ?
સુભાષ ત્રિવેદી, આઇ.જી,CID ક્રાઇમ
પરીક્ષિતા રાઠોડ, એસ.પી, વડોદરા રેલવે
જયદીપસિંહ જાડેજા, ડી.સી.પી ક્રાઇમ, વડોદરા
બી.એસ. જાદવ, ડી.વાય.એસ.પી, વડોદરા રેલવે
મુકેશ ચૌધરી, ડીવાયએસપી, રેલવે
એસ.બી જાડેજા, પી.આઇ, વડોદરા રેલવે
કે.એમ, ચૌધરી, પી.આઇ, સુરત રેલવે
ઉત્સવ બારોટ, પીઆઇ, રેલવે એલસીબી
જે.બી. વ્યાસ, PSI, વલસાડ રેલવે

અન્ય સમાચારો પણ છે...