ફાયર જવાનની અંતિમ વિદાય:વડોદરાના વડીવાડી ફાયર સ્ટેશનના સર સૈનિકનું મોડી રાત્રે મોત, આગના 3 કોલ એટેન્ડ કર્યાં બાદ હાર્ટ એટેક આવ્યો

વડોદરાએક મહિનો પહેલા
સર સૈનિક આર આર રાજપૂતનું ફરજ દરમિયન હાર્ટ એટેકથી મૃત્યુ થયું
  • અધિકારીઓ અને કર્મચારીઓએ સર સૈનિકને શ્રદ્ધાંજલિ પાઠવી

વડોદરા વડીવાડી ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા સર સૈનિક આર આર રાજપૂતનું ફરજ દરમિયન હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. જેને પગલે ફાયર બ્રિગેડ વિભાગ શોક મગ્ન બની ગયું છે. ઘટનાની જાણ થતાં ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી ગયા હતા અને સર સૈનિક અંતિમ વિદાય આપી હતી.

આગના 3 કોલ એટેન્ડ કર્યાં બાદ હાર્ટ એટેક આવ્યો
વડીવાડી ફાયર સ્ટેશનના સર સૈનિક આર.આર. રાજપૂત રાત્રિના સમયે ફરજ પર હતા. આગના 3 કોલ એટેન્ડ કર્યાં બાદ તેઓ ફાયર સ્ટેશન ઉપર પરત આવ્યા હતા. આ દરમિયાન તેમની તબિયત અચાનક જ લથડી હતી અને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યું થયું હતું. તેમના મૃત્યુને પગલે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ મેયર કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર ફાયર સ્ટેશન પર દોડી ગયા હતા. આ ઉપરાંત ચીફ ફાયર ઓફિસર પાર્થ ભ્રહ્મભટ્ટ પણ પહોંચી ગયા હતા અને અધિકારીઓ અને કર્મચારીઓએ સર સૈનિકને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યાર બાદ સન્માન સાથે સર સેનિકના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લાઇ જવાયો હતો. જ્યાં તેમના પરિવારની હાજરીમાં અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

અધિકારીઓ અને કર્મચારીઓએ સર સૈનિકને શ્રદ્ધાંજલિ પાઠવી
અધિકારીઓ અને કર્મચારીઓએ સર સૈનિકને શ્રદ્ધાંજલિ પાઠવી

તાજેતરમાં જ પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત થયું હતું
એક મહિના પહેલા વડોદરાના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. વડોદરા શહેરના જે.પી પોલીસ સ્ટેશનમાં એલ.આર.ડી. તરીકે ફરજ બજાવતા ભાવુભાઇ ધનજીભાઈ મુળિયા (ઉ.વ.26),(રહે,અકોટા પોલીસ લાઈન, વડોદરા) નાઇટ ડ્યુટી હતી અને તેઓ પી.સી.આરની ડ્રાઈવિંગ ડ્યુટીમાં હતા. દરમિયાન અચાનક તેમને છાતીમાં દુઃખાવો ઉપડતા તેઓને સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં હાજર ડોક્ટરોએ LRD ભાવુભાઇને સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું. ટૂંકી સારવાર બાદ સયાજી હોસ્પિટલમાં ભાવુભાઇનું મોત નિપજ્યું હતું. પોલીસકર્મીનુ મોત થતાં જ પરિવારજનો અને પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી.

ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી ગયા હતા
ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી ગયા હતા

આ પહેલાં પણ હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું
12 દિવસ પહેલા અરવલ્લી જિલ્લામાંથી ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં 5 દિવસ માટે વડોદરા આવેલા હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જેને પગલે સાથી કર્મચારીઓ અને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

આગના 3 કોલ એટેન્ડ કર્યાં બાદ હાર્ટ એટેક આવ્યો હતો
આગના 3 કોલ એટેન્ડ કર્યાં બાદ હાર્ટ એટેક આવ્યો હતો

હોમગાર્ડ જવાન 4 દિવસથી ડ્યુટી પર હતા
અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા અરવિંદભાઇ પરમાર ગણપતિ બંદોબસ્તમાં છેલ્લા 4 દિવસથી વડોદરા આવ્યા હતા. શનિવારે રાત્રે ડ્યુટી કરીને પરત ફર્યા હતા અને સવારે તેઓ ડ્યુટી પર જતા માટે તૈયાર થઇ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેઓને લોહીની ઉલ્ટીઓ થવા લાગી હતી અને બીપી ડાઉન થઇ ગયું હતું. જેથી તેઓને સારવાર માટા સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જોકે રસ્તામાં હોમગાર્ડ જવાનનું મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...