ભાસ્કર એક્સકલુઝિવ:સાહેબ, મને કોલેસ્ટ્રોલ છે, ડોક્ટરે ના પાડી છે,હું ચૂંટણીનું કામ નહીં કરી શકું!

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ચૂંટણી ફરજમાંથી મુક્ત થવા માગતા 300 જેટલા સરકારી કર્મીની દલીલો
  • 8 હજારથી વધુ સરકારી કર્મીને ફરજ સોંપાઈ છે, બહાનેબાજ કર્મીઓની અરજી રદ

વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા અલગ-અલગ વિભાગોના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. જેમાં કેન્દ્રીય કર્મચારી, રાજ્ય સરકારના કર્મચારીઓ અને અનેક શાળા-કોલેજના કર્મચારીઓને ચૂંટણીની ફરજ આપવામાં આવી છે. 8 હજારથી વધુ કર્મચારીઓને ચૂંટણી માટેની ફરજ સોંપવામાં આવી છે, જેમાંથી 300થી વધુ કર્મચારીઓ વિવિધ બહાના હેઠળ આ ફરજમાંથી મુક્તિ મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. અનેક કર્મચારીઓ વિવિધ બહાનાં કરી રહ્યા છે, ખાસ કરીને ચૂંટણીની કામગીરી કરવાથી સ્ટ્રેસ લેવલ વધી જાય છે, આ જવાબદારી લેવાની તેમનામાં ક્ષમતા નથી વગેરે. જોકે તેમની અરજી રદ કરી દેવામાં આવી છે.

150 કર્મચારીઓના ઓર્ડર રદ કરી દેવામાં આવ્યા
શહેર-જિલ્લાની 10 બેઠકો માટે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે કુલ 3011 જેટલા કર્મચારીઓને ડ્યૂટી આપવામાં આવી છે. જેમાંથી અનેક કર્મચારીઓ પોતાની ડ્યૂટી રદ કરાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે અનેક એવા કર્મચારીઓ પણ છે જેઓ શારીરિક રીતે સક્ષમ નથી, તેવા 150 કર્મચારીઓના ઓર્ડર રદ કરી દેવામાં આવ્યા છે. જ્યારે જેઓને ગંભીર બીમારી હોય, જેવી કે કેન્સર કે પછી દિવ્યાંગ કર્મીઓને પણ મળેલી પ્રીસાઇડિંગ ઓફિસર તરીકેની ડ્યૂટી રદ કરી દેવાઈ છે.

2239 મહિલાઓને પણ ડ્યૂટી પોલિંગ ઓફિસર માટે આપવામાં આવી ​​​​​​​
બીજી તરફ અનેક એવા કર્મચારીઓ પણ છે કે જેઓની પોલિંગ ઓફિસર 1 અને 2 ની ડ્યૂટી પણ આપવામાં આવી છે. જ્યારે 2239 મહિલાઓને પણ ડ્યૂટી પોલિંગ ઓફિસર માટે આપવામાં આવી છે. જોકે જે મહિલાઓ ગર્ભવતી છે તેઓની ડ્યૂટી પણ રદ કરી દેવામાં આવી છે. અનેક મહિલાઓ પણ એવી છે કે જેઓ આ ચૂંટણીની જવાબદારીઓ સ્વીકારવા તૈયાર નથી. તેઓ આ કામગીરીના લીધે બ્લડ પ્રેશર વધી જાય છે, જેના લીધે આ કામગીરી સારી રીતે કરી શકે તેમ નથી, મને કોલેસ્ટ્રોલ છે, જેને કારણે હું ચૂંટણીની કામગીરી નહીં કરી શકું, મને ડોક્ટરે ના પાડી છે સહિતનાં જુદાં જુદાં બહાનાં બતાવીને પોતાની ચૂંટણીની જવાબદારીમાંથી છટકી જવા માગે છે. જોકે ચૂંટણી અધિકારીઓ દ્વારા આ અરજી ફગાવી દેવાઈ છે. કર્મીઓ વિરુદ્ધ નોટિસ ઇસ્યૂ કરાતાં પૂર્વે તેઓ ફરજ પર હાજર થઈ ગયા હતા. જેથી વોરન્ટ ઇસ્યુ કરાયા નહોતા.

કામગીરી ન કરવા કર્મીઓનાં વિવિધ બહાનાં
​​​​​​​બ્લડપ્રેશર હાઈ રહેવાથી કામગીરી કરી શકીશ નહીં
ચૂંટણી કામગીરીથી માનસિક સ્થિતિ બગડી શકે છે
મને કોલેસ્ટ્રોલ છે, જેના લીધે હું ચૂંટણીની કામગીરી નહીં કરી શકું, ડોક્ટર્સ ના પાડી રહ્યા છે...
મારી ક્ષમતા બહારની છે આ કામગીરી

ચૂંટણી પંચ દ્વારા આ કામગીરી દરમિયાન બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલની બીમારીને અવગણી કર્મચારીઓની અરજી રદ કરવામાં આવી છે..

કયા વિભાગના કેટલા કર્મચારીને ફરજ સોંપાઈ?

વિભાગકુલ કર્મીમહિલા કર્મી
કેન્દ્રીય કર્મચારી1042156
રાજ્ય સરકારના કર્મી1211429
તાલુકા પંચાયત113---
જિલ્લા પંચાયત321
નગરપાલિકા261
વિભાગકુલ કર્મીમહિલા કર્મી
મહાનગરપાલિકા79289
બેન્ક સરકારી502746
શા‌ળા સરકારી2258472
કોલેજ313
યુનિવર્સીટી510342

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...