તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Singer Atul Purohit, Who Was Rocking 40,000 Players At United Vena Garba In Vadodara, Got Emotional And Said: "I Miss You So Much, My Heart Is Crying Today, But My Lips Are Laughing."

નવરાત્રિ:વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં 40 હજાર ખેલૈયાને ડોલાવતા ગાયક અતુલ પુરોહિત ભાવુક થયા, કહ્યું: 'હું તમને ખુબ મિસ કરૂ છું, આજે હોઠ હસે છે પણ હ્રદય રડે છે'

વડોદરા2 દિવસ પહેલા
ગાયક કલાકાર અતુલ પુરોહિત યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડ પર જઇને ભાવુક થઇ ગયા હતા
  • રાજ્ય સરકારે ગરબા રમવા પર પ્રતિબંધ મૂકતા ખેલૈયાઓ ગરબાને અને ગાયક કલાકારો ખેલૈયાઓને મિસ કરી રહ્યા છે
  • જાણીતા ગાયક કલાકાર અતુલ પુરોહિતે દર વર્ષે જ્યાં યુનાઇટેડ વેના ગરબા યોજાય છે, તે ધરતી માતાને નમસ્કાર કર્યાં

કોરોના મહામારીને પગલે રાજ્ય સરકારે ગરબા રમવા પર મૂકેલા પ્રતિબંધને કારણે આ વખતે ખેલૈયાઓ ગરબાને મિસ કરી રહ્યા છે અને ગાયક કલાકારો ખેલૈયાઓને મિસ કરી રહ્યા છે. વડોદરાના જ નહીં ગુજરાત સહિત દેશ-વિદેશમાં જાણીતા બનેલા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબાના ગાયક કલાકાર અતુલ પુરોહિત આ ગરબા ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા અને ગરબા ગણગણતા જોવા મળ્યા હતા. આ સમયે તેઓ ભાવુક થઇ ગયા હતા.

આજે નવરાત્રિના પ્રથમ દિવસે તમને ખુબ મિસ કરું છું બેટાઃ અતુલ પુરોહિત
વડોદરાના જાણીતા ગાયક અતુલ પુરોહિતે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને જણાવ્યું હતું કે, આજે નવરાત્રિના પ્રથમ દિવસે તમને ખુબ મિસ કરું છું બેટા, મેં ધરતી માને નમસ્કાર કર્યાં, જે ધરતી પર આપણે વર્ષોથી ગરબા રમતા આવ્યા છીએ. આજે હોઠ હસે છે પણ હ્રદય રડે છે.

અતુલ પુરોહિતે ગરબાની યાદો તાજીને કરીને ગરબા ગણગણ્યા હતા
અતુલ પુરોહિતે ગરબાની યાદો તાજીને કરીને ગરબા ગણગણ્યા હતા

આગળ નથી ગવાતુ પણ નવરાત્રિ શુભેચ્છા પણ આપુ છું
ખાલીખમ ગરબા ગ્રાઉન્ડ પર અતુલ પુરોહિત ગરબાઓ ગણગણવા લાગે છે. 'રમઝટ જામી ગરબા રાસની ઓહો વાસણી જો વાગી મારા શ્યામની વાસણીના સુર સુણી ગોપીઓ ભાન ભૂલી, રાસે રમવાને વહેલો આવ આવ આવ શ્યામ, ગરબે ઘૂમતી ગોપીઓ ઓહો આ સુની છે ગોકુળની શેરીઓ. વાહ બેટા વાહ...ગરબે ઘૂમતી ગોપીઓ ઓહો આ સુની છે ગોકુળની શેરીઓ...સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં રાસે રમવાને વહેલો આવ આવ આવ શ્યામ..રાસે રમવાને'...આગળ નથી ગવાતુ પણ નવરાત્રિ શુભેચ્છા પણ આપુ છું.

ખેલૈયાઓને સ્વસ્થ રહેવા અપીલ કરી હતી
ખેલૈયાઓને સ્વસ્થ રહેવા અપીલ કરી હતી

સ્વસ્થ રહેજો, એકદમ તંદુરસ્ત રહેજો કે, જેથી કરીને આવતી નવરાત્રિ આપણે ડબલ જોશથી ઉજવી શકીએ
નવરાત્રિની શુભેચ્છાઓ સાથે સાથે એક શિખામણ પણ આપુ છું, સ્વસ્થ રહેજો, એકદમ તંદુરસ્ત રહેજો કે, જેથી કરીને આવતી નવરાત્રિ આપણે ડબલ જોશથી ઉજવી શકીએ. થેંક યું, વાહ બેટા, આઇ લવ યુ બેટા, મા તમને ખુબ ખુશ રાખે...

યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબાની 2019ની તસવીર
યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબાની 2019ની તસવીર

યુનાઇટેડ વેના ગરબામાં દર વર્ષે એકસાથે 40 હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમે છે
ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેરના યુનાઇટેડ વેના ગરબાએ વિશ્વભરમાં ખ્યાતી મેળવી છે. યુનાઇટેડ વેના ગરબામાં દર વર્ષે એકસાથે 40 હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમે છે અને ગોળ ગોળ ફરીને ગવાતા ગરબાની પરંપરા જાળવી રાખતા હજારો ખેલૈયાને તાલબદ્ધ રીતે ઝૂમતા જોઇને અભિભૂત થયા વિના ન રહેવાય અને ખેલૈયા ઉપરાંત 20 હજારથી વધુ દર્શકો ગરબાની રમઝટ માણવા ઉપસ્થિત રહે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે આ ગરબાને ખેલૈયાઓ અને ગાયક કલાકારો મિસ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો