હરિધામ સોખડામાં 27 એપ્રીલે મોડી સાંજે ગુણાતિત ચરણદાસ સાધુએ કરેલી આત્મહત્યાના કેસમાં પોલીસે વધુ 7 સેવકોના નિવેદન લીધા છે. તમામ સેવકોએ મંદિરમાં પોલીસ આવી ત્યારે આપઘાત અંગે જાણ થઈ હોવાનું જણાવ્યું હતું. પોલીસે આડકતરી રીતે પૂછપરછ કરી હતી, જોકે જાણે સેવકોને પણ શું નિવેદન આપવું તેવી પુરેપુરી સમજણ અપાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
તપાસની સાથે સોશિયલ મીડિયામાં પણ હરિભક્તોમાં જસ્ટીસ ફોર ગુણાતિત ચરણસ્વામીની ઝુંબેશ ચાલી છે. જેમાં એક પક્ષ બીજા પર સ્વામીની આત્મહત્યા નહી પણ હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કરી રહ્યો છે. સંતો જે રીતે જુઠ્ઠુ બોલ્યા અને પીએમ રિપોર્ટ બાદ સંતો ફરી ગયા તેની પોસ્ટ પણ મુકાઇ રહી છે.
હજુ આ ઘટનામાં પ્રેમસ્વરૂપ સ્વામીની પૂછપરછ થઇ નથી. પોલીસ સંતોના મોબાઈલની ડિટેઈલ તપાસી રહી છે. આપઘાત કરેલા સંતનો ફોન, ગાતરીયું FSLમાં મોકલાયું છે. જેના રિપોર્ટ બાદ પોલીસ વધુ તપાસ કરશે. સોખડા મંદિરમાં 10 અને 11 મેએ હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્યદિવસ નિમિત્તે ઉજવનાર કાર્યક્રમ અંગે પણ તૈયારીઓ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.