ભાસ્કર વિશેષ:JEEમેઇનના ટોપર્સની શીખ,સોશિયલ મીડિયાથી દૂર રહો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માનવ શાહ,રેન્ક 113, પર્સન્ટાઇલ : 99.993 - Divya Bhaskar
માનવ શાહ,રેન્ક 113, પર્સન્ટાઇલ : 99.993
  • જેઇઇ મેઇનમાં શહેરના માનવ શાહનો 99.993 પર્સન્ટાઇલ સાથે 113મો રેન્ક

જેઇઇ મેઇનનું પરિણામ જાહેર કરાયુ હતું. મોટા ભાગના ટોપર્સ વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોનનો ઉપયોગ તો કરે છે જોકે તેમાં સોશિયલ મિડિયા એકાઉન્ટ ધરાવતા નથી. ઓનલાઇન અભ્યાસ સહિત ગેમ તથા કોમેડી વિડિયો જોવા માટે જ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી રહ્યા હોવાનું વિદ્યાર્થીઓએ કહ્યું હતું અને સોશિયલ મીડિયાથી દૂર રહેવા અન્ય છાત્રોને શીખ આપી હતી.

મોબાઇલ ફોનમાં કોમેડી સિરિયલ જોઇને ફ્રેશ થતો હતો
મેં ઓનલાઇન મોડથી જ અભ્યાસ કર્યો છે. રોજની 8 થી 9 કલાકની તૈયારી કરતો હતો. જેઇઇ એડવાન્સની પરીક્ષા આપીને આઇઆઇટી કરવાની ઇચ્છા છે. કોમ્પ્યુટર સાયન્સ કરવું છે. કોરોનાના સમયમાં વાંચનની સાથે ફ્રેશ થવા માટે મોબાઇલમાં કોમેડી સિરિયલ જોતો હતો. મારા માતા-પિતા શિક્ષક છે. - માનવ શાહ,રેન્ક 113, પર્સન્ટાઇલ : 99.993

કિર્તન પટેલ,રેન્ક 152, પર્સન્ટાઇલ : 99.991
કિર્તન પટેલ,રેન્ક 152, પર્સન્ટાઇલ : 99.991

સ્ટ્રેસ રિલિઝ કરવા સાઇકલિંગ અને કસરત કરતો હતો
મારા પિતા તબીબ છે પરંતુ મારે આઇઆઇટીમાં જવાની ઇચ્છા છે જેથી જેઇઇ એડવાન્સની તૈયારી કરી રહ્યો છું. ઓનલાઇન અભ્યાસની સાથે પરીક્ષા પણ ઓનલાઇન આપીને પ્રેકટીસ કરતો હતો. સ્ટ્રેસ રીલીઝ કરવા માટે સાઇકલીંગ કરતો હતો અને કસરત કરતો હતો. જેથી મૂડ ફ્રેશ થઇ જતો હતો.- કિર્તન પટેલ,રેન્ક 152, પર્સન્ટાઇલ : 99.991

અનુપ્સા સ્વેન, રેન્ક 689, પર્સન્ટાઇલ : 99.95
અનુપ્સા સ્વેન, રેન્ક 689, પર્સન્ટાઇલ : 99.95

રોજ 10 કલાકનું વાંચન, કંટાળો આવો તો પઝલ્સ રમતી
રોજનું 10 કલાકનું વાંચન કરતી હતી. અત્યારે જેઇઇ એડવાન્સની તૈયારી કરી રહી છું. એરોસ્પેસ એન્જીનીયરીંગ કરવાની ઇચ્છા છે. ધોરણ 7 થી એરોસ્પેસ કરવાની ઇચ્છા છે. મૂડ ફ્રેશ કરવા સુડકો અને જીગ્સો પઝલ રમતી હતી. સોશિયલ મિડિયા પર મારું કોઇ એકાઉન્ટ નથી. - અનુપ્સા સ્વેન, રેન્ક 689, પર્સન્ટાઇલ : 99.95

મહર્ષિ કડીવાલા,રેન્ક 574, પર્સન્ટાઇલ : 99.96
મહર્ષિ કડીવાલા,રેન્ક 574, પર્સન્ટાઇલ : 99.96

આઇઆઇટીમાં જવા હવે જેઇઇ એડવાન્સની તૈયારી
રોજ 6 થી 7 કલાકનું વાંચન કરતો હતો. અત્યારે જેઇઇ એડવાન્સની તૈયારી કરી રહ્યો છું. આઇઆઉટી કરવાની ઇચ્છા છે. ફ્રેશ થવા માટે લોકડાઉનમાં કસરત કરતો હતો મારું વજન વધારે હતું જે કસરતના કારણે ઉતરી ગયું હતું. સાઇકલીંગ પણ કરતો હતો. સોશ્યલ મિડિયા પર મારું કોઇ એકાઉન્ટ નથી. - મહર્ષિ કડીવાલા,રેન્ક 574, પર્સન્ટાઇલ : 99.96

અન્ય સમાચારો પણ છે...