તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Significant Contribution Of Pathology Department Of Baroda Medical College In The Epidemic Of Mucormycosis, More Than 500 Biopsy Tests Performed For The Diagnosis Of Mucor

લેબની સફળ કામગીરી:મ્યુકોરમાઇકોસિસની મહામારીમાં બરોડા મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગનું મહત્ત્વનું યોગદાન, એના નિદાન માટે 500થી વધુ બાયોપ્સી પરીક્ષણ કર્યાં

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મ્યુકોરમાઇકોસિસના સચોટ નિદાન માટે પેથોલોજી વિભાગની લેબમાં 500થી વધુ બાયોપ્સી પરીક્ષણ કરાયાં. - Divya Bhaskar
મ્યુકોરમાઇકોસિસના સચોટ નિદાન માટે પેથોલોજી વિભાગની લેબમાં 500થી વધુ બાયોપ્સી પરીક્ષણ કરાયાં.
  • છેલ્લા એક વર્ષમાં સંભવિત કોરોનાના 30 હજારથી વધુ દર્દીઓની સચોટ સારવારમાં ઉપયોગી દોઢ લાખથી વધુ ટેસ્ટ કર્યા

કોરોના વાયરસના સંકટ બાદ મ્યુકોરમાઇકોસિસની મહામારી હાહાકાર મચાવી રહી છે. છેલ્લા લગભગ સવા વર્ષ કરતાં વધુ સમયથી આ બંને અઘરા તબીબી પડકારોમાં બરોડા મેડિકલ કોલેજ અને સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોએ સંકલિત રીતે અને અવિરત ખૂબ ઉમદા આરોગ્ય સેવાઓ દ્વારા દર્દીઓની જીવનરક્ષા કરી છે. એમાં બરોડા મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગે ખૂબ ઉમદા યોગદાન આપ્યું છે.

વિવિધ પ્રકારનાં પરીક્ષણો કરીને ખૂબ ઉમદા મદદ કરી
સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયર અને મેડિકલ કોલેજના ડીન ડો.તનુજા જાવડેકરના માર્ગદર્શન અને વિભાગનાં વડા ડો.સ્મિતા પટેલના નેતૃત્વ હેઠળ આ વિભાગે આ બંને રોગોની સચોટ સારવાર નિર્ધારિત કરવામાં વિવિધ પ્રકારનાં પરીક્ષણો તાકિદના ધોરણે કરી ખૂબ ઉમદા મદદ કરી છે. આ વિભાગની ઉમદા કામગીરીમાં ડો.એમ.પી. દીઘે અને ડો.શ્રીલક્ષ્મી હીરયુરનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું છે.

સંભવિત કોરોનાના 30 હજારથી વધુ દર્દીઓની સારવારમાં ઉપયોગી દોઢ લાખથી વધુ ટેસ્ટ કર્યા.
સંભવિત કોરોનાના 30 હજારથી વધુ દર્દીઓની સારવારમાં ઉપયોગી દોઢ લાખથી વધુ ટેસ્ટ કર્યા.

સંભવિત કોરોનાના 30 હજારથી વધુ દર્દીઓની સારવારમાં ઉપયોગી દોઢ લાખથી વધુ ટેસ્ટ કર્યા
આ વિભાગે છેલ્લા એક વર્ષ દરમિયાન સંભવિત કોરોનાના અંદાજે 30 હજારથી વધુ દર્દીઓની સચોટ સારવારમાં ઉપયોગી અંદાજે દોઢ લાખથી વધુ વિવિધ પ્રકારના ટેસ્ટ કર્યા છે. એમાં કમ્પ્લિટ બ્લડ સેલ કાઉન્ટ, પેરિફેરલ સ્મિયર, બોડી ફ્લુઇડ અને કો-ઓગ્યુલેશન ટેસ્ટનો સમાવેશ થાય છે. આ વિભાગમાં કાર્યરત સિનિયર અને જુનિયર તબીબો તેમજ ટેક્શિનિયનોએ સતત કામ કરીને કોરોના કટોકટી દરમિયાન કોવિડના દર્દીઓની સારવારની ચોક્કસ રણનીતિ અપનાવવામાં ઉપયોગી થઇ પડે એવા લેબ રિપોર્ટ્સ તાત્કાલિક ધોરણે 2થી 3 કલાકમાં આપ્યા છે.

મ્યુકોરમાઇકોસિસના સચોટ નિદાન માટે 500થી વધુ બાયોપ્સી પરીક્ષણ કર્યાં
કોવિડની સાથે હવે પેથોલોજી વિભાગ મ્યુકોરમાઇકોસિસની સારવાર નિર્ધારિત કરવામાં ઉપયોગી બાયોપ્સી રિપોર્ટ એટલી જ તત્પરતા સાથે આપી રહ્યો છે, એવી જાણકારી આપતાં ડો.સ્મિતા પટેલે જણાવ્યું હતું કે મ્યુકોરમાઇકોસિસના સચોટ નિદાન માટે વિભાગની હિસ્ટો પેથોલોજી પ્રયોગશાળાએ 500થી વધુ બાયોપ્સી પરીક્ષણો કર્યાં છે. રોજેરોજ આ કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. આ વિભાગની હિસ્ટો પેથોલોજી અને સાયટોલોજી લેબ ખાતે સતત કેસોની બાયોપ્સી સ્વીકારી યુદ્ધના ધોરણે બે દિવસમાં પ્રોસેસ કરવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં આ પ્રક્રિયામાં 3થી 4 દિવસ લાગે છે. આવશ્યક કેસોમાં ફંગસ માટેની ખાસ સ્ટેઇન કરીને કન્ફર્મ કરવામાં આવે છે.

અત્યંત ગંભીર દર્દીઓનું તાત્કાલિક નિદાન અનિવાર્ય હોય છે. એને અનુલક્ષીને લેબમાં વિશેષ ઇમ્પ્રિન્ટ સ્મિયર ટેસ્ટ કરવામાં આવે છે.
અત્યંત ગંભીર દર્દીઓનું તાત્કાલિક નિદાન અનિવાર્ય હોય છે. એને અનુલક્ષીને લેબમાં વિશેષ ઇમ્પ્રિન્ટ સ્મિયર ટેસ્ટ કરવામાં આવે છે.

લેબમાં વિશેષ ઇમ્પ્રિન્ટ સ્મિયર ટેસ્ટ કરવામાં આવે છે
અત્યંત ગંભીર દર્દીઓનું તાત્કાલિક નિદાન અનિવાર્ય હોય છે. એને અનુલક્ષીને લેબમાં વિશેષ ઇમ્પ્રિન્ટ સ્મિયર ટેસ્ટ કરવામાં આવે છે અને એના પર સ્પેશિયલ સ્ટેઇન કરી 3થી 4 કલાકમાં લેબ રિપોર્ટ આપી દેવાય છે. સામાન્ય સંજોગોમાં આ પ્રક્રિયામાં 1થી 2 દિવસનો સમય લાગી જાય છે. સયાજી હોસ્પિટલ અને પેથોલોજી વિભાગને હાલમાં ધારાસભ્યના અનુદાનમાંથી બે અદ્યતન સેલ કાઉન્ટર યંત્રો ફાળવવામાં આવ્યાં છે, જે દર્દીઓના કમ્પ્લિટ બ્લડ સેલ કાઉન્ટ ટેસ્ટમાં ખૂબ ઉપયોગી બનશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ સમયાંતરે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે.

પેથોલોજી વિભાગ સર્વકાલીન મહત્ત્વનો અને આરોગ્ય સેવાની કરોડરજ્જુ સમાન છે
કોરોના અને મ્યુકોરમાઇકોસિસ તો પ્રાસંગિક છે. વાસ્તવમાં ઘણા બધા રોગોના નિદાન અને સારવારમાં પેથોલોજી વિભાગ અને એની પ્રયોગશાળાઓ દ્વારા કરવામાં આવતાં તબીબી પરીક્ષણો ખૂબ જ નિર્ણાયક અગત્યતા ધરાવે છે, એટલે આ વિભાગ સર્વકાલીન મહત્ત્વનો અને આરોગ્ય સેવાની કરોડરજ્જુ સમાન છે.

અન્ય સમાચારો પણ છે...