આયોજન:વ્યક્તિત્વના નિખાર, કારકિર્દીના ઘડતરમાં હસ્તાક્ષરનો પણ ફાળો

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મ.સ.યુનિવર્સિટી ખાતે હસ્તાક્ષર વિશે વર્કશોપ યોજાયો

મ.સ.યુનિ.ની એક્સેન્શન અને કમ્યુનિકેશન વિભાગ ખાતે હસ્તાક્ષર વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. હસ્તાક્ષર વ્યક્તિત્વને નિખારવામાં, ભવિષ્યના આયોજનને સમજવામાં તથા રોજિંદા જીવનમાં કારકિર્દીને ઘડવામાં કેવી અસર કરે છે તે વિશે માહિતી આપવામાં આવી હતી.

એમ.એસ. યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યૂનિટી સાયન્સના ગ્રાફોલોજી અંતર્ગત હસ્તાક્ષર- એક વિજ્ઞાન વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપના રિસોર્સ પર્સન તરીકે ગ્રાફોલોજી એક્સપર્ટ હર્ષી ગાલાને આમંત્રિત કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં એક્સટેન્શન અને કમ્યુનિકેશન વિભાગના પૂર્વ વિદ્યાર્થી હર્ષી ગાલાએ જણાવ્યું હતું કે, હસ્ત લેખન એ આપણી આંતરિક વૃત્તિઓની ઝલક છે જો તેનો ગ્રાફોલોજીના આધારે વિશ્લેષણ કરવામાં આવે તો કારકિર્દી અને વ્યક્તિગત જીવનમાં બદલાવ લાવી શકાય છે અને સફળતા પ્રાપ્ત કરી શકાય છે. 100થી વધુ વિદ્યાર્થીઓએ એક્સપર્ટ સાથે વ્યક્તિગત ધોરણે મુલાકાત કરી તેઓના પોતાના હસ્ત લેખન અંગેની માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...