હાલાકી:અમદાવાદમાં બપોરે 1થી 4 સિગ્નલ બંધ, વડોદરામાં વાહન ચાલકોને તાપથી બચાવવા સામે યલો સિગ્નલ!

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્થળ : મકરંદ દેસાઇ રોડ,સમય : બપોરે 1:35 - Divya Bhaskar
સ્થળ : મકરંદ દેસાઇ રોડ,સમય : બપોરે 1:35

ભરબપોરે તડકામાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવામાંથી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને મુક્તિ અપાઈ છે. જેમાં બપોરે 1 થી 4 દરમિયાન મોટાભાગનાં ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તેવો અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરામાં હજી કોઈ નિર્ણય ન લેવાતાં રાહદારીઓ 42 ડિગ્રી અને ગરમ પવનોની થપાટો ખાતાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવાનો વારો આવી રહ્યો છે.

સ્થળ : કાલાઘોડા સર્કલ સમય : બપોરે 1:00
સ્થળ : કાલાઘોડા સર્કલ સમય : બપોરે 1:00

સોમવારથી શહેરમાં ગરમી વધવાની આગાહી છે ત્યારે અમદાવાદની જેમ વડોદરામાં પણ આ પ્રકારનો નિયમ લાગુ કરવામાં થોભો અને રાહ જુઓની (યલો સિગ્નલ) નીતિ અપનાવી છે. જ્યારે કોર્પોરેશનના મતે શહેરમાં કેટલાક સ્થળો પર વોલ્યુમ બેઝ કેમેરા લગાવવામાં આવેલા છે, જેમાં 20થી વધુ વાહનો ટ્રાફિક સિગ્નલ પર ભેગાં થતાં થોડી સેકન્ડોમાં જ ગ્રીન લાઈટ થઈ જાય છે.

સ્થળ : વીઆઇપી રોડ અમીતનગર સમય : બપોરે 12:30
સ્થળ : વીઆઇપી રોડ અમીતનગર સમય : બપોરે 12:30
સ્થળ : અકોટા દાંડીયા બજાર સમય : બપોરે 1:14
સ્થળ : અકોટા દાંડીયા બજાર સમય : બપોરે 1:14

શહેરમાં 100થી વધુ ટ્રાફિક સિગ્નલો છે, જે પૈકી 41થી વધુ ટ્રાફિક જંક્શનો પર ઓટોમેટિક સિગ્નલ લગાવાયાં છે, તેમ છતાં મોટાભાગનાં જંક્શનો પર શહેરીજનોને બળબળતી બપોરે તડકામાં શેકાવું પડે છે. રાજ્ય ગૃહમંત્રીએ શનિવારે અમદાવાદમાં બપોરે ટ્રાફિક સિગ્નલ બંધના ટ્રાયલ બાદ અન્ય શહેરમાં પણ લાગુ કરવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...