તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:લોકડાઉનની સાઈડ ઇફેક્ટ : દંપતીઓના લડવા-ગુસ્સો કરવાના કિસ્સામાં વધારો

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ઘરમાં વધુ સમય વિતાવવાને કારણે દંપતીઓના વર્તનમાં પરિવર્તન આવ્યું
 • કેટલાક દંપતીઓ વચ્ચે વિખવાદ વધતાં કાન્સેલિંગનો સહારો

લોકડાઉનના કારણે ઘરમાં એકબીજા સાથે લડવા, ગુસ્સાથી વર્તન કરવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેની પાછળનું પ્રમુખ કારણ ઘરમાં સંવાદનો અભાવ હોવાનું માનવામાં આવી રહ્યું છે. લોકડાઉનમાં મોટાભાગે તમામ લોકો ઘરમાં રહેતા હોવાથી એકબીજા પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા હોય તેવી ઘટનાઓ બનતાં કાઉન્સેલિંગનો સહારો લઇ રહ્યા છે. સાઇકોલોજિકલ કાઉન્સેલર ડો. ઉત્કર્ષ ગાંગેરાએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં આપણે કામ સાથે વધુ અને પરિવાર સાથે ઓછા વ્યસ્ત હોઇએ છીએ. વધારે ફોન કે મેસેજથી સંદેશાના આપ-લે કરતા હોઇએ છીએ.

લોકડાઉનમાં ઘર અને ઓફિસ એક જ જગ્યાએ થઇ ગયા છે. જેને કારણે ઘરના તમામ સભ્યો સાથે જ ઇચ્છો કે ન ઇચ્છો તો પણ સમય વિતાવવો પડે છે. જેને કારણે હવે ઘરોમાં ઝઘડા, એકબીજા સાથે ઉગ્રતાપૂર્વકનું વર્તન, સતત ટોણા મારવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. એક કિસ્સામાં લગ્નના ચાર દાયકા બાદ પત્નીએ પતિના વાંક ગણાવીને તેમની સાથે હવે ન ફાવતું હોવાનું જણાવ્યું હતું, જ્યારે અન્ય કિસ્સામાં ઘરમાં રહી ખાણી-પીણીની જુદી જુદી ફરમાઇશ કરતા પતિ સાથે રકઝક થઈ હોવાનું સામે આવ્યું હતું. આ પરિસ્થિતિમાં ઘરમાં ઉગ્ર વાતાવરણ બનતાં લોકો સાઇકોલોજિકલ કાઉન્સેલરનો સહારો લઇ રહ્યા છે.
40 વર્ષ સાથે વિતાવ્યાં, હવે નથી ફાવતું
શહેરના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં 40 વર્ષ સાથે વિતાવી ચૂકેલા દંપતીના એકબીજા સાથેના વ્યવહારમાં અચાનક બદલાવ આવ્યો હતો. અલગ-અલગ રૂમમાં રહેવું, અવગણના કરવી તથા દિવસમાં દર કલાકે લોકડાઉનની સ્થિતિ અંગે અફસોસ વ્યક્ત કરવો, આ પ્રકારનું વર્તન પરિવારજનો ઓબ્ઝર્વ કરતા હતા. એક દિવસ દીકરીએ બાને પૂછતાં તેઓ રડી પડ્યાં અને હવે દાદા સાથે નથી ફાવતું એમ કહી વાંક ગણાવવા લાગ્યાં. દીકરીએ સ્થિતિ પારખીને તુરંત કાઉન્સિલરની મદદ લીધી.
લગ્ન થયાના 7 મહિનામાં રકઝક શરૂ
લગ્નને માત્ર 7 મહિના થયા હતા અને નવદંપતી લોકડાઉનમાં સાથે સમય વિતાવી રહ્યું હતું. જોકે લોકડાઉન શરૂ થયાના થોડાક જ દિવસો બાદ નાની-નાની વાતમાં રકઝક કરવાનું શરૂ થયું હતું. થોડાક દિવસો બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હોવાનું જણાતાં,પરિવારજનોએ બંનેને કાઉન્સેલિંગ લેવા જણાવ્યું હતું. સાઇકોલોજિકલ કાઉન્સેલર દ્વારા નવદંપતીને એકબીજાની સારી વાતો શેર કરવા જણાવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો