પ્રદર્શન:સિદ્ધરાજ જયસિંહે ચાંદીનો 4 મિમીનો સિક્કો બનાવ્યો હતો

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમ્યૂનિટી સાયન્સ સેન્ટરમાં રંગોળી નિહાળવાની તક

11મી સદીમાં ગુજરાતના રાજવી સિદ્ધાર્થ જયસિંહ હતા. તેમની રાજધાની પાટણ હતી. તેમના વંશજો પંચમહાલના લુણાવાડામાં સ્થાયી થયા હતા. સિદ્ધરાજ જયસિંહે તે સમયે ચાંદીના સિક્કા તૈયાર કરાવ્યા હતા. આ સિક્કાઓનો ઘેરાવો માંડ 4 મિમીનો હતો. આ પૈકીનો 1200 વર્ષ જૂનો એક સિક્કો વડોદરા બન્યન સિટી હેરિટેજ ફેસ્ટિવલ અંતર્ગત સંતકબીર સર્કલ પાસેના ‘રૂબરૂ’ ખાતે જોવાની તક મળશે. આ સિક્કા પર ઝીણા અક્ષરે જયસિંહ પ્રિય કોતરેલું છે.

આ પ્રદર્શનના ક્યુરેટર અને સંગ્રાહક હર્ષદ કડિયાએ જણાવ્યું કે, ‘આ સિક્કાઓ લુણાવાડા વિશેના સંશોધન દરમિયાન મળી આવ્યો હતો. આ ઉપરાંત 200 વર્ષ જૂની એક સ્ત્રી-પુરુષો માટેના વાજીકરણ માટેની અવધિ ભાષાની એક દુર્લભ રામ વિનોદ ચિકિત્સા નામની હસ્તપ્રત પણ અહીં વાંચવા-જોવાલાયક છે.’ આ ફેસ્ટિવલ અંતર્ગત સુભાનપુરાના કમ્યૂનિટી સાયન્સ સેન્ટર ખાતે ભારતીય સંસ્કૃતિના પારંપરિક ચિહ્નો, પ્રતીકોનો ઉપયોગ કરીને 120 ચોરસ ફૂટ વિસ્તારમાં રંગોળી શહેરના આર્ટિસ્ટ દીપક નાચકર દ્વારા તૈયાર કરાઈ છે.

વડોદરાના નજીકના હેરિટેજ સ્થળ પાવાગઢ-ચાંપાનેર ખાતે પણ અનેક જોવાલાયક સ્થળો છે. આ સ્થળો પૈકીના કેટલાક માણવા લાયક ફોટોગ્રાફ્સ જોવાની તક અલકાપુરીની સંપતરાવ કોલોનીના મંગલદાસ કોમ્પ્લેક્સમાં સાંજના 4થી 7 દરમિયાન મુલાકાતીઓને મળશે. ઉપરાંત પણ કેટલાંક પ્રદર્શનો પણ મુલાકાતીઓ માટે ઉપલબ્ધ રહેશે.

બુધવારના કાર્યક્રમો
> સવારે 8.00 કલાકે : લોરી બેકર વોક, નવરચના સ્કૂલ, સમા.
> સાંજે 6.00 કલાકે : તહેવારો-સંસ્કૃતિ વિષયક તસવીરોનું પ્રદર્શન, પીએન ગાડગીલ ગેેલેરી, અલકાપુરી.
> સાંજે 6.00 કલાકે : સુરસાગર હેરિટેજ ફૂડ વોક, સુરસાગરના કિનારે.

અન્ય સમાચારો પણ છે...