તપાસ:બીમારીથી ત્રાસી રિક્ષાચાલકની પાંચમા માળેથી મોતની છલાંગ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સયાજીપુરાનો યુવક છેલ્લા 1 વર્ષથી આર્થિક સંકડામણમાં હતો
  • પોલીસે મૃતદેહ સયાજીમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી

શહેરના સયાજીપુરા વિસ્તારમાં આવેલા મા શક્તિ વુડાના મકાનમાં રહેતા રિક્ષાચાલકે આર્થિક સંકડામણ તેમજ બીમારીથી કંટાળી પાંચમા માળેથી પડતું મૂક્યું હતું. બનાવ બાદ સ્થળ પર પહોંચેલી બાપોદ પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અા અંગે પોલીસના જણાવ્યા અનુસાર શહેરના સયાજીપુરા વિસ્તારમાં આવેલા મા શક્તિ વુડાના મકાનમાં રહેતો 20 વર્ષનો સુનિલ નાયક ઓટો રીક્ષા ચલાવતો હતો. તેને ટીબીની બીમારીથી પીડાતો હતો અને તેની દવા ચાલતી હતી.

છેલ્લા એક વર્ષથી તે ઘરે જ હતો. આર્થિક સંકડામણ વચ્ચે તેણે ગુરુવારે પોતાના ફ્લેટના પાંચમા માળેથી મોતનો ભૂસકો લગાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ફ્લેટના રહીશો સ્થળ પર દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...