તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વડોદરા:શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો આજે મંદિર પરિસરમાં જ કાઢવામાં આવ્યો, 210 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભગવાન નગરચર્ચાએ ન નીકળ્યા

વડોદરા4 મહિનો પહેલા
ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો મંદિર પરિસરમાં જ નીકળ્યો
  • કોરોના વાઈરસની મહામારીને કારણે આ વર્ષે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો મંદિરની બહાર કાઢવામાં ન આવ્યો
  • શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી
  • શ્રદ્ધાળુઓ માટે આજે સવારે 10થી બપોરે 1 અને સાંજે 4થી 7 વાગ્યા સુધી ભગવાનના દર્શન માટે મંદિર ખુલ્લુ રખાશે

કોરોના વાઈરસની મહામારીના કારણે માંડવી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાંથી ભગવાન વિઠ્ઠલનાથજીનો 211મો વરઘોડો આજે દેવપોઢી અગિયારસના દિવસે શહેરમાં નીકળ્યો નહોતો. એટલે કે 210 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ભગવાન વિઠ્ઠલનાથજી પહેલી વખત આજે નગરચર્યાએ નીકળ્યા નથી. ભગવાનનો વરઘોડો મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવ્યો હતો. અને પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

ખુબ જ ઓછા ભક્તોની હાજરીમાં મંદિરમાં વરઘોડો કાઢવામાં આવ્યો
મંદિરના પૂજારી હરીઓમ રામક્રૃષ્ણ વ્યાસે જણાવ્યું હતું કે, માંડવી ખાતે શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર આવેલું છે. અષાઢ સુદ એકાદશી જે દેવપોઢી અગિયારસ તરીકે ઓળખાય છે. દેવપોઢી અગિયારસના દિવસે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ભવ્યાતિભવ્ય વરઘોડો કાઢવામાં આવે છે. પરંતુ, વૈશ્વિક કોરોના વાઈરસની મહામારીના કારણે ભગવાનનો વરઘોડો શહેરના માર્ગો ઉપર કાઢવામાં આવ્યો નહોતો, પરંતુ, નીજ મંદિર પરિસરમાં જ નાની પાલખીમાં ભગવાનને બિરાજમાન કરાવીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં ખુબ ઓછા ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

રાજવી પરિવારે ભગવાન વિઠ્ઠલનાથજીની પૂજા-અર્ચના કરી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવી હતી, ત્યારબાદ ભગવાનને નાની પાલખીમાં બિરાજમાન કરાવીને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે નીજ મંદિરમાં જ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડા બાદ શ્રદ્ધાળુઓ માટે સવારે 10થી બપોરે 1 અને સાંજે 4થી 7 વાગ્યા સુધી ભગવાનના દર્શન માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ સેનેટાઇઝની પણ સુવિધા કરવામાં આવી છે. અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે રીતે શ્રદ્ધાળુઓને લાઇનમાં દર્શન કરવા માટે જવા દેવામાં આવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો