તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Shri Swaminarayan Vadtal Gadi Trust And Laxminarayan Dev Yuvak Mandal Start Free Tiffit Service To Corona Patients In Vadodara, Deliver Tiffit To 400 Patients

દર્દીઓને ટિફિન સેવા:શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ અને લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા વડોદરામાં કોરોનાના દર્દીઓને નિઃશુલ્ક ટિફિટ સેવા શરૂ, 400 દર્દીઓને ટિફિટ પહોંચાડે છે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યારે 150 પરિવારના 400 લોકોને સાત્વિક ભોજન પહોંચાડવામાં આવે છે

શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ અને લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા વડોદરામાં હોમ ક્વોરન્ટીન થયેલા કોરોનાના દર્દીઓ માટે નિઃશુલ્ક ટિફિટ સેવા શરૂ કરવામાં આવી છે. હાલ 150 પરિવારના 400 લોકોને સાત્વિક ભોજન પહોંચાડવામાં આવે છે.

સ્વંય સેવકો ઘરે-ઘરે જઇને ટિફિન પહોંચાડવાની સેવા કરી રહ્યા છે શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલગાદી પીઠાધિપતિ 1008 સનાતન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી અને 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા-આશર્વાદથીઆજ્ઞા-આશર્વાાદથી શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળના રૂપેશ સથવારા અને કિરણ જોશી સહિતના સ્વંય સેવકો ઘરે-ઘરે જઇને ટિફિન પહોંચાડવાની સેવા કરી રહ્યા છે. તેમની સાથે જયેશ શાહ, અનિલ પટેલ. બંશીભાઈ ગાંધી, ગૌરાંગ સથવારા, ચિરાગ પટેલ અને સત્યનારાયણ શર્મા પણ જોડાયેલા છે. રોજેરોજ ટિફિનોની સંખ્યા વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...