તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Shri Swaminarayan Mandir Vadtaldham's Tiffin Service For Corona Patients, Delivers Food Offerings To 2100 People Daily In 35 Villages And 15 Hospitals

નિ:શુલ્ક ટિફિન સેવા:શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામની કોરોનાના દર્દીઓ માટે ટિફિન સેવા, 35 ગામડાઓ અને 15 હોસ્પિટલમાં રોજ 2100 લોકોને ભોજન પ્રસાદ પહોંચાડે છે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ અને તેમના સગા સ્નેહીઓને વડતાલ મંદિર સવાર સાંજ બંને સમય તાજું જમવાનું પહોંચાડે છે

ખેડા જિલ્લામાં આવેલા તીર્થધામ વડતાલ મંદિરમાં કોવિડ કેર સેન્ટર સાથે સેવાની ધુણી ધખાવી છે. વિશેષ વાત કરીએ તો હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ અને તેમના સગા સ્નેહીઓને વડતાલ મંદિર સવાર સાંજ બંને સમય તાજું જમવાનું પહોંચાડે છે. દાળભાત શાક રોટલી દૂધ અને ફળ તથા ફળના તાજા જ્યુસની સેવા કરવામાં આવે છે.

સંસ્થા દ્વારા વિસ્તાર પ્રમાણે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેથી જરૂરીયાત વાળા લોકો સવારે 8 વાગ્યા પહેલા અને સાંજે ત્રણ વાગ્યા પહેલા ટિફિનની સંખ્યા અને સરનામું નોંધણી કરાવે છે અને તે પ્રમાણે વડતાલ મંદિરની સ્વયં સેવકોની ટીમ ઘરે અને હોસ્પિટલમાં પ્રસાદરૂપ ભોજન પહોંચાડે છે. નડિયાદ જીલ્લાની 6 અને આણંદ જિલ્લાની 9 હોસ્પિટલો તથા બંને જીલ્લાના 35 ગામડાઓમાં સાત જુદી-જુદી ટીમો ટીફિન પહોંચાડે છે.

વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સહ વડતાલ મેનેજીંગ ટ્રસ્ટીબોર્ડના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી વગેરે ટ્રસ્ટી સભ્યોએ સરકારના માર્ગ દર્શન પ્રમાણે અનેક સેવા સોપાનો શરૂ કર્યા છે. જેમાં ટિફિનની સાથે સાથે સંપૂર્ણ નિ:શુલ્ક સારવાર આપતી કોવિડ કેર હોસ્પિટલ પણ કાર્યરત છે. આજની કપરી પરિસ્થિતિમાં પરિવારમાં કોઈ સ્વજન પોજેટીવ આવે અને ઘરમાં જરૂરી દુરી જાળવી શકાય, એમ ન હોય, તેવાં પરિવાર માટે નિ:શુલ્ક આઇસોલેશન સેન્ટર ચાલે છે.

સૌને માનસિક બળ મળે, એવી પ્રાર્થના સાથે મહાપૂજા, હોમાત્મક યજ્ઞ, દરરોજ ઓનલાઇન, સવાર-સાંજ કથા, અખંડ ધૂન નિયમિત પ્રાર્થના-ભજન વેગેરે પણ કરવામાં આવે છે. આ સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી અને સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...