ઉજવણી:શ્રીજીને 55 લાખના આભૂષણનો શણગાર, આ વર્ષે સાદાઇથી ઉજવણી કરી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 25 વર્ષથી પરિવારમાં ગણેશજીની સ્થાપના કરાય છે
  • 250 ગ્રામ સોનાના 2 પગ, 120 ગ્રામનો આશીર્વાદ આપતો હાથ, હાર, મુકુટ, બજુબંધ, કડા અને કમરપટ્ટો બનાવ્યા

કોરોનાના વિઘ્ન વચ્ચે ગણેશોત્સવમાં ભક્તોએ પોતાના ઘરોમાં પણ શ્રીજીનો ભવ્ય શણગાર કર્યો છે. જેમાં વડોદરાના માંજલપુરના ફૂલબાજે પરિવારે મુંબઇના લાલબાગના રાજાની આબેહૂબ 2 ફૂટની ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી છે. મૂર્તિનો રૂ.55 લાખની કિંમતના આભૂષણોથી શણગાર કરાયો છે.

12 વર્ષથી લાલાબાગના રાજા જેવી 2 ફૂટની મૂર્તિ સ્થપાય છે
ઘનશ્યામ ફૂલબાજેએ જણાવ્યું હતું કે, અમારા પરિવાર દ્વારા છેલ્લા 25 વર્ષથી શ્રીજીની સ્થાપના કરાય છે. મારી માતા-પિતા દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવતી હતી અને છેલ્લા 8 વર્ષથી હું માંજલપુર ખાતેના ડ્રીમ આઇકોનીયા સ્થિત ઘરમાં કરૂ છું. છેલ્લા 12 વર્ષથી લાલબાગચા રાજા જેવી શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી સોનાના આભૂષણોથી શણગારીએ છે. પ્રતિવર્ષ નવા-નવા આભૂષણોમાં ઉમેરો કરીએ છીએ.

દર વર્ષે નવા શ્રીજી માટે નવા આભૂષણોનો ઉમેરો
ઘનશ્યામ ફુલબાજેએ ઉમેર્યું હતું કે, આ વર્ષે અમે શ્રીજીના 250 ગ્રામ સોનાના 2 પગ અને 120 ગ્રામનો આશીર્વાદ આપતો હાથનો પંજો બનાવ્યો છે. શ્રીજીને હાર, મુકુટ, બાજુ બંધ, કડા અને કમરપટ્ટો સહિતના આભૂષણોથી શણગાર્યા છે. આ આભૂષણોની કિંમત રૂ.55 લાખ જેટલી છે. શ્રીજીના વિસર્જનમાં મુંબઇના સોનુ-મોનું બિટ્સ બેન્ડ આવે છે, આ વર્ષે સાદાઇથી વિસર્જન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...