વિસર્જન માટેની તૈયારીઓ:આજે જૂનીગઢીના શ્રીજીને વિદાય અપાશે : રૂટ પર ચુસ્ત બંદોબસ્ત, 71 પોલીસકર્મી, RAF અને SRPની 5 કંપની તૈનાત કરાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગણેશ સ્થાપન ના સાતમા દિવસે અને દસમા દિવસે વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવ પાસે શ્રીજીની સવારી માટે નવલખી મેદાન ખાતે તંત્ર દ્વારા લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. - Divya Bhaskar
ગણેશ સ્થાપન ના સાતમા દિવસે અને દસમા દિવસે વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવ પાસે શ્રીજીની સવારી માટે નવલખી મેદાન ખાતે તંત્ર દ્વારા લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગણેશોત્સવના સાતમાં દિવસે જુનીગઢીના શ્રીજીનું નવલખી કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારમાંથી નિકળનારી જુનીગઢીના શ્રીજીના વિસર્જન યાત્રા શાંતિપૂર્વક નિકળે તે માટે પોલીસતંત્ર દ્વારા જુનીગઢીના શ્રીજી માટે વિશેષ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. જેમાં અધિકારીઓ મળી 71 પોલીસકર્મીઓ અને રેપીડ એક્શન ફોર્સની 1 અને એસઆરપીની 4 કંપની બંદોબસ્તમાં જોડાશે. વિસર્જનના પાંચમા દિવસે નવલખી કૃત્રિમ તળાવ બહાર પૂજા ન કરવા દેતા ભક્તો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. શહેરના પાંચ કૃત્રિમ તળાવો પર આ જ સ્થિતિ સર્જાઈ હતી. પ્રતાપ મડઘાની પોળના શ્રીજીનું સ્થળ પર જ વિસર્જન કરાશે.

સાતમા દિવસનો પોલીસ બંદોબસ્ત
ડિસીપી-11 } એસીપી - 22
પીઆઈ - 80 } PSI-156
ASI,પોલીસ કોન્સ્ટેબલ - 2809
હોમગાર્ડ - 3631
એસઆરપી - 9 કંપની,
1 પ્લાટુન ,આરએએફ - 1 કંપની

અન્ય સમાચારો પણ છે...