• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Showing Viral Photo By Police, Ashok Jain Said: 'I Was Sitting With The Victim, But I Did Nothing', The Secret Of The Memory Card Of The Spy Camera Will Be Revealed

વડોદરા હાઇ પ્રોફાઇલ રેપ કેસ:પોલીસે વાઇરલ ફોટો બતાવતા અશોક જૈને કહ્યું: 'હું પીડિતા જોડે બેઠો હતો, પણ મેં કઇ કર્યું નથી', સ્પાય કેમેરાનું રહસ્ય ખુલશે

વડોદરા6 દિવસ પહેલા
  • અશોક જૈને સ્યાપ કેમેરાનું મેમરી કાર્ડ પોતાની પાસે ન હોવાનું પોલીસને જણાવ્યું
  • પોલીસ અશોક જૈનને સાથે રાખીને લોનાવાલા અને ગોવા સહિતના સ્થળોએ તપાસ માટે જશે

વડોદરાના હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી CA અશોક જૈનને સાથે રાખીને પોલીસે નિસર્ગ કોમ્પલેક્ષના ફ્લેટમાં તથા વાસણા રોડના હેલીગ્રીન બિલ્ડીંગમાં લઇ જઇને પોલીસે અઢી કલાક સુધી રિકન્સ્ટ્રકશન કર્યું હતું. જ્યાં અશોક જૈને તમામ ચીજો ઓળખી બતાવી હતી. પીડિતા સાથેના વાઇરલ થયેલા ફોટા બતાવતા અશોક જૈને કહ્યું હતું કે હું પીડિતાની જોડે બેઠો હતો પણ મે કંઇ કર્યું ન હતું,

આરોપીના સ્પર્મ સહિત વાળ, લાળ, નખના સેમ્પલ લેવાયા
દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનને શુક્રવારે કોર્ટમાં રજૂ કરાતાં અદાલતે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. આરોપી અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ કરાયો હતો આરોપી અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ આરોપીના ત્રણ વખત પ્રયાસો કરવા છતાં તે પોટેન્સી ટેસ્ટ આપી શક્યો નહોતો. જેથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જયાં તેના સ્પર્મ સહિત વાળ, લાળ અને નખના જરૂરી સેમ્પલ લેવાયા હતા.

અશોક જૈને પીડિતા સાથે દુષ્કર્મ કર્યું હોવાનો ફરી ઇન્કાર કર્યો
અશોક જૈને પીડિતા સાથે દુષ્કર્મ કર્યું હોવાનો ફરી ઇન્કાર કર્યો

નિસર્ગ કોમ્પલેક્ષના ફ્લેટમાં અશોક જૈનને લઇ જવાયો
ત્યારબાદ બપોર સુધીમાં તેને વડોદરા લાવી પોલીસની ટીમ તેને સાથે રાખી પીડિતાના નિસર્ગ કોમ્પલેક્ષના ફ્લેટમાં લઇ ગઇ હતી. ફ્લેટમાં અશોકની પૂછપરછ કરાઇ હતી અને તેમાં તે અવાર નવાર અહી આવતો હોવાનું અને પીડિતાને મળતો હોવાનું જણાવ્યું હતું. તેણે ફ્લેટની ચીજો પણ ઓળખી બતાવી હતી. જોકે, તેણે પીડિતા સાથે દુષ્કર્મ કર્યું હોવાનો ફરી ઇન્કાર કર્યો હતો. પોલીસે વાઇરલ થયેલા ફોટા બતાવતા તેણે કહ્યું હતું કે, તે પીડિતાની સાથે બેઠો હતો પણ તેણે કંઇ જ કર્યું ન હતું. હજુ પણ અશોક જૈન પોતે કંઇ પણ કર્યું હોવાનો ઇન્કાર કરી રહ્યો છે.

પોલીસે અઢી કલાક સુધી રિકન્સ્ટ્રકશન કર્યું
ત્યારબાદ અશોક જૈનને વાસણા રોડના હેલીગ્રીન બિલ્ડીંગમાં પણ લઇ જવાયો હતો અને ત્યાં પણ તેની પૂછપરછ કરાઇ હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ઓફિસના કામથી પીડિતાને મળવા આવતો હતો. બંને સ્થળે અંદાજે અઢી કલાક સુધી રિકન્સ્ટ્રકશન કરી પોલીસે માહિતી મેળવી હતી.

પીડિતાના નિસર્ગ કોમ્પલેક્ષના ફ્લેટમાં અશોક જૈનને લઇ જવાયો હતો
પીડિતાના નિસર્ગ કોમ્પલેક્ષના ફ્લેટમાં અશોક જૈનને લઇ જવાયો હતો

અલ્પુએ કહ્યું, હું અને મયંક જેલમાં સાથે હોવાથી ઓળખતો હતો
દુષ્કર્મ કેસમાં બૂટલેગર અલ્પુ સિંધીનું પોલીસે નિવેદન લીધું હતું,જેમાં તેણે જણાવ્યું કે, તે પીડિતા અને તેનાં માતા-પિતા સહિતના પરિવારના સભ્યોને ઓળખે છે. પીડિતાએ તેની સાથે દુષ્કર્મ કરાયું હોવાનું તેને જણાવી ફરિયાદ કરવા માગતી હોવાનું કહ્યા બાદ તે દિલ્હી ગઇ હતી. ત્યારબાદ તેણે વકીલનો સંપર્ક કરાવ્યો હતો. વાઇરલ ઓડિયો ક્લીપમાં અલ્પુએ જણાવ્યું હતું કે, તે અને મયંક જેલમાં સાથે હોવાથી મયંકને ઓળખતો હતો અને તેથી આ બાબતે તેની સાથે તેણે વાત કરી હતી. તે ઉશ્કેરાઇ જઇને અપશબ્દો બોલ્યો હોવાનું તેણે પોલીસને કહ્યું હતું. તે દારુનો ધંધો કરે છે જેથી પોલીસથી બચવા તે ભાગતો ફરતો હોવાનું પણ જણાવ્યું હતું. અલ્પુ સિંધીની પ્રોહિબીશનના ગુનામાં ધરપકડ કરાઈ હતી.

દુષ્કર્મ કેસમાં બૂટલેગર અલ્પુ સિંધીનું પોલીસે નિવેદન લીધું
દુષ્કર્મ કેસમાં બૂટલેગર અલ્પુ સિંધીનું પોલીસે નિવેદન લીધું

મેમરી કાર્ડ અંગે પણ અશોકનો નનૈયો
યુવતીના ફ્લેટમાં મળેલા સ્પાય કેમેરા તથા મેમરી કાર્ડ અંગે પોલીસે અશોકની પૂછપરછ કરી હતી, પણ તેણે સ્પાય કેમેરો લગાવ્યો હોવા બાબતે ઇન્કાર કરી મેમરી કાર્ડ પણ તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું. બંને આરોપીઓ સ્પાય કેમ અને મેમરી કાર્ડ અંગે ઇન્કાર કરતાં પ્રશ્નાર્થ સર્જાયો છે, સ્પાય કેમ કોણે લગાવ્યો છે તથા મેમરી કાર્ડ કોની પાસે છે તે સહિતના મુદ્દા પર તપાસ જારી છે.

પોલીસ અશોક જૈનને સાથે રાખીને લોનાવાલા અને ગોવા સહિતના સ્થળોએ તપાસ માટે જશે
પોલીસ અશોક જૈનને સાથે રાખીને લોનાવાલા અને ગોવા સહિતના સ્થળોએ તપાસ માટે જશે

અશોકને લઇ પોલીસ લોનાવાલા-ગોવા જશે
રવિવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અશોકને સાથે રાખીને ગુનો નોંધાયા બાદ તે જે સ્થળે આશ્રય લેતો હતો ત્યાં તપાસ કરવા માટે જશે. પોલીસે જણાવ્યું કે, અશોકને સાથે રાખી પોલીસ લોનાવાલા, ગોવા સહિતના સ્થળે જશે અને તે જ્યાં રોકાયો હતો તે સ્થળે પંચનામું કરી નિવેદનો લેશે. તેને પાલીતાણા સહિતના સ્થળે પણ લઇ જવાશે.

રાજુ ભટ્ટને કરોડરજ્જુમાં દુખાવો થતાં રાત્રે SSGમાં દાખલ કરાયો
જેલમાં ધકેલાયેલા આરોપી રાજુ ભટ્ટને શનિવારે રાત્રે કરોડરજ્જુમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી શનિવારે મોડી રાત્રે આરોપી રાજુ ભટ્ટને એસએસજી ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં પહેલાં તેની કમરનું સીટી સ્કેન કરીને ત્યારબાદ તેને વધુ સારવાર આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો.

શનિવારે મોડી રાત્રે આરોપી રાજુ ભટ્ટને એસએસજી ખાતે લાવવામાં આવ્યો હતો
શનિવારે મોડી રાત્રે આરોપી રાજુ ભટ્ટને એસએસજી ખાતે લાવવામાં આવ્યો હતો
અન્ય સમાચારો પણ છે...