તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આગાહી:રાત્રે છાંટા વરસ્યા: આગામી 48 કલાકની આગાહી

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લો પ્રેશર સર્જાતા ગાજવીજ સાથે વરસાદની શક્યતા : આજે ગરમીનો પારો 36 ડિગ્રી રહેશે

પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સર્જાયું છે. જેને પગલે શનિવારે દિવસભરના ઉકળાટ બાદ રાત્રે શહેરમાં છાંટા વરસ્યા હતા. આગામી 48 કલાક સુધી શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બીજી તરફ આ સિસ્ટમના પગલે શહેરમાં શનિવારના રોજ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું તેમજ દિવસ દરમિયાન ભારે બફારો અનુભવાતાં શહેરીજનો પરસેવે રેબઝેબ થયાં હતાં. હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું હતું કે, અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર પશ્ચિમ દિશામાં ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે. અેવી પૂરેપૂરી સંભાવના છે કે, આ સિસ્ટમ દરિયામાં જ સમાઈ જાય. જોકે લો પ્રેશરના પગલે શહેરમાં આગામી 48 કલાકમાં વરસાદ વરસી શકે છે. શનિવારના રોજ શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જોકે ભેજ અને ગરમીના પગલે પારો 36 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. દિવસ દરમિયાન ભારે બફારો અનુભવાતાં લોકો પરેશાન થઈ ગયા હતા. જ્યારે આગામી 48 કલાક સુધી લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળવાના કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી.શનિવારે મહત્તમ તાપમાનનો પારો 36.4 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 28.4 ડિગ્રી નોંધાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો