આંકડાની માયાજાળ:ટેકનોલોજી ફેકલ્ટીના NIRF રેન્ક માટે 3 વર્ષમાં ખોટા ખર્ચા બતાવ્યા

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેકનોલોજી ટીચર્સ ફોરમના પ્રમુખનો આક્ષેપ
  • શિક્ષણ વિભાગ, વીસી, સિન્ડિકેટને તપાસ કરવા પત્ર લખી રજૂઆત

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં એનઆઇઆરએફ રેન્કિંગ માં નંબર મેળવવા માટે છેલ્લા ત્રણ વર્ષમાં ખોટા ખર્ચા બતાવ્યા હોવાના આક્ષેપો ટીટીએફે કર્યા છે. તેમજ શિક્ષણ વિભાગ,વીસી, સિન્ડિકેટને પત્ર લખી તપાસ કરવા માટેની માંગણી કરવામાં આવી છે.

ટીટીએફના પ્રમુખ કે.વી.આર.મૂર્થીએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2021 ના રેન્કિંગ માં ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જીનીયરીંગે દાવેદારી નોંધાવીજે ડેટા અપલોડ કર્યો તેના આધારે ટેકનોલોજી ફેકલ્ટી નો 117 મો ક્રમાંક આવ્યો. આ રેન્ક ખાલી ટેકનોલોજી ફેકલ્ટીનો છે. પરંતુ ફેકલ્ટી દ્વારા જે ડેટા અપલોડ કર્યા છે તેમાં 30 કરોડ ા છેલ્લા ત્રણ વર્ષ માં ખર્ચો કર્યો હોય તેવું દર્શાવાયું છે. જેમાં એ વર્કશોપ,નવા ઉપકરણ અને સોફ્ટવેર સહિતની ખરીદી બતાવી છે. ખાલી કાગળ ઉપર આંકડાઓ થી ચાલતી અને ભ્રષ્ટચાર નો ઉત્તમ ઉદાહરણ પૂરો પાડતી આ ઘટના બહાર આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...