તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનની દહેશત:વડોદરાના શોપિંગ મોલ્સમાં ખરીદી માટે લોકોએ ભીડ જમાવી, 2 કલાકથી લાંબી-લાંબી લાઇનો લાગી

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાસણા વિસ્તારમાં આવેલા ડી-માર્ટ ખાતે લોકોએ ખરીદી ભારે ભીડ જમાવી હતી - Divya Bhaskar
વાસણા વિસ્તારમાં આવેલા ડી-માર્ટ ખાતે લોકોએ ખરીદી ભારે ભીડ જમાવી હતી
  • શહેરીજનો જરૂરીયાતનો સામાન લેવા માટે શોપિંગ મોલ્સમાં નીકળી પડ્યા હતા
  • વાસણા વિસ્તારમાં આવેલા ડી-માર્ટ ખાતે લોકોએ ખરીદી ભારે ભીડ જમાવી

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા હાઇકોર્ટના લોકડાઉનના નિર્દેશને પગલે લોકડાઉનની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. રાજ્યમાં લોકડાઉન લગાવવાની દહેશતને પગલે વડોદરાના શોપિંગ મોલ્સમાં ખરીદી માટે લોકોએ ભીડ જમાવી હતી. વડોદરાના વાસણા વિસ્તારમાં આવેલા ડી-માર્ટ ખાતે લોકોએ ખરીદી ભારે ભીડ જમાવી હતી. આ ઉપરાંત અન્ય શોપિંગ મોલ્સમાં પણ લોકોએ ખરીદી માટે 2 કલાકથી લાંબી-લાંબી લાઇનો લગાવી દીધી હતી.

લોકોએ શાકભાજી લેવા માટે પણ ભીડ કરી
હાઇકોર્ટના રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતના નિર્દેશને પગલે લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે અને લોકો જરૂરીયાતનો સામાન લેવા માટે શોપિંગ મોલ્સમાં નીકળી પડ્યા હતા. આ ઉપરાંત લોકોએ શાકભાજી લેવા માટે પણ ભીડ કરી હતી.

બજારો અને શોપિંગ મોલ્સમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
કોરોના મહામારી દરમિયાન 2020માં લોકડાઉંન જાહેર કરાતા અનેક લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા, ત્યારે ફરીથી લોકડાઉનની ચર્ચાએ જોર પકડતા લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે બજારો અને શોપિંગ મોલ્સમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

શહેરમાં દરેક જગ્યાએ લોકડાઉનની જ ચર્ચાં
2020માં લગાવવામાં આવેલા લોકડાઉનને 24 માર્ચે એક વર્ષ પર્ણ થયું હતું, ત્યારબાદ ફરીથી ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેને લઇને કોરોના સંક્રમણની ચેઇનને તોડવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે. જોકે હજુ સુધી સફળતા મળી નથી. જેથી હવે લોકડાઉન વિષે હાઇકોર્ટે નિર્દેશ આપતા દરેક જગ્યાએલોકડાઉનની જ ચર્ચાં થઇ રહી છે.

લોકડાઉન બાબતે લોકોમાં અલગ-અલગ મત
કેટલાક લોકો લોકડાઉની તરફેણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો લોકડાઉન લગાવવા બાબતે વિરોધ કરી રહ્યા છે અને લોકડાઉન આવશે તો ફરીથી નોકરી-ધંધાને અસર થશે તેમ જણાવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો