તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:દુકાનો સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટથી ઘરાકીની આશા

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંશિક લોકડાઉનમાં મુશ્કેલી અનુભવતા વેપારીઓને રાહત
  • સોશિયલ ડિસ્ટન્સ-માસ્કની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે

વડોદરા સહિત રાજ્યમાં 4 જૂનથી વેપારીઓ સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી વેપાર-ધંધા ખુલ્લા રાખી શકશે. આ પહેલાં કોરોનાને પગલે સરકારે વેપારીઓને બપોરે 3 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવા છૂટ આપી હતી. હવે સંક્રમણ કાબૂમાં આવતાં સરકારે વેપાર-ધંધા ખુલ્લા રાખવાની વધુ છૂટછાટ આપતાં વેપારીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે. છૂટછાટ મળતાં હવે બજારોમાં ઘરાકી વધવાની સંભાવના છે.

તંત્ર દ્વારા વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેરી રાખવા અપીલ કરી છે. વેપારી એસોસિયેશન દ્વારા પણ વેપારીઓને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા જણાવ્યું છે. બીજી તરફ હોમ ડિલિવરી કરતી રેસ્ટોરાં અને હોટલોને રાતે 10 વાગ્યા સુધી ચાલુ રાખવા મંજૂરી આપી છે. ફૂડ ડિલિવરી કરતા કર્મચારીઓ પોતાનું ઓળખપત્ર બતાવતાં પોલીસ જવા દેશે. સરકારે શોપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લા, હેર સલૂન, બ્યુટીપાર્લર, માર્કેટિંગ યાર્ડ સહિત અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાખવાની છુટછાટ મળી છે.

કાપડ સહિતના વેપારીઓનો વેપાર પાટે ચડશે
આંશિક લોકડાઉનમાં કાપડ સહિત અન્ય કેટલાક વેપારીઓ ને ઘરાકી મળતી ન હતી. તેનું મુખ્ય કારણ એ હતું કે, બજારોમાં ખરીદી કરવા મોટાભાગે મહિલાઓ નીકળે છે. ગરમીના સમયમાં બપોરના સમયે મહિલાઓ ઘર કામ પતાવીને ખરીદી કરવા નીકળે ત્યાં સુધીમાં દુકાનો બંધ થઇ જતી હતી. સાંજે 6 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવા મંજૂરી આપતાં ઘરાકી મળે તેવી આશા છે.

અન્ય સમાચારો પણ છે...