તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને બેકાબૂ બની શકે:ઈદને પગલે વડોદરામાં શૂઝની દુકાન ખોલી દુકાનદારે અનેકના જીવ જોખમમાં મુક્યા, 22 લોકો ભીડ જમાવી શૂઝ ખરીદતા ઝડપાયા

વડોદરા2 મહિનો પહેલા
પોલીસ દુકાનનું તાળુ ખોલી અંદર જતા 22 જેટલા ગ્રાહકો ખરીદી કરતા જોવા મળ્યા

હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ત્યારે મુસ્લિમ બંધુઓ રમઝાન ઇદથી શરૂ થતાં નવા વર્ષને મનાવવા કપડાં, બુટ, ચપ્પલ સહિત ખરીદી કરવા માટે મિનિ લોકડાઉન ખૂલે તેની રાહ જોઇને બેઠા હતા. પરંતુ, સરકાર દ્વારા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈ 36 શહેરોમાં નિયંત્રણો અને રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યું છે. આમ છતાં વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા ધમાકા શૂઝ નામની દુકાન ખોલવામાં આવતાં બુટની ખરીદી કરવા પહોંચેલા 22 જેટલા લોકોને પોલીસે ઝડપી પાડી દુકાન માલિક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બેદરકારીથી કોરોના વધુ વકરી શકે છે. માંડ માંડ સ્થિર થયેલા કેસોમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે.

શૂઝની ખરીદી કરી રહેલા શખ્સો
શૂઝની ખરીદી કરી રહેલા શખ્સો

દુકાનના શટરનું તાળું ખોલાવ્યું તો 22 ગ્રાહક નીકળ્યા આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પાણીગેટ વિસ્તાર પાસે આવેલી ધમાકા શૂઝ નામની દુકાન ચાલુ રાખવા અંગે પોલીસને બાતમી મળી હતી. આ બાતમીની ખરાઇ કરવા માટે પોલીસની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે દુકાન બહાર એક ઇસમ ઉભો હતો, તેને દુકાનના શટરનું તાળું ખોલવાનું કહ્યું હતું. દુકાનનું તાળુ ખોલી અંદર જતા 22 જેટલા ગ્રાહકો ખરીદી કરતા હોવાની વાત સામે આવી હતી. આમ, કરીને કોરોનાના કપરા કાળમાં દુકાન માલિકે પોતાને અને અન્યનો જીવ જોખમમાં મુક્યો હતો.

પોલીસે કોવિડ ગાઇડલાઇન અને પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ તેમજ એપેડેમીક એક્ટ અંતર્ગત દુકાનના માલિક સહિત ત્રણ આરીફ અબ્દુલ ગની મેમણ (રહે- મેમણ કોલોની, આજવા રોડ), આદિલ મહંમદ પીંજારી (જીઇબી ઓફિસની બાજુમાં, માંડવી), સાહિલ હનિફભાઇ અરબ (માંડવી, રાવપુરા)ની અટકાયત કરી હતી.