તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસામાજિક તત્વોનો આતંક:વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં શિવાજીની મૂર્તિ તોડી, મરાઠી સમાજે માફી માગી ફરીથી મૂર્તિ પ્રસ્થાપિત કરવાની માગણી કરી

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
અસામાજિક તત્વોએ શિવાજીની મૂર્તિ તોડતા મરાઠી સમાજમાં રોષ ફેલાયો છે - Divya Bhaskar
અસામાજિક તત્વોએ શિવાજીની મૂર્તિ તોડતા મરાઠી સમાજમાં રોષ ફેલાયો છે
 • માગણી નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં અસામાજિક તત્વોએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ખંડિત કરાતાં મરાઠી સમાજમાં રોષ જોવા મળ્યો છે. આ દરમિયાન સમાજના આગેવાનોએ એકત્રિત થઈને ખંડિત કરનાર વ્યક્તિઓ જાહેરમાં માફી માગે અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પુનઃસ્થાપિત કરે તેવી માગણી કરી રહ્યા છે.

મરાઠી સમાજના લોકોએ આ કૃત્ય કરનારને માફી માગવાનું કહી આક્રોશ વ્યક્ત કર્યો છે
મરાઠી સમાજના લોકોએ આ કૃત્ય કરનારને માફી માગવાનું કહી આક્રોશ વ્યક્ત કર્યો છે

માગણી નહીં સ્વીકારે તો આંદોલન કરશે
ત્યારે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ખારીવાવ રોડ પર બાલ કૃષ્ણ સેવા ટ્રસ્ટે આ પ્રકારની પ્રતિકૃતિ બનાવી શિવાજી મહારાજની પ્રતિમા મૂકી હતી. બે દિવસ અગાઉ અસામાજિક તત્વોએ આ પ્રતિમા ખંડિત કરતા મરાઠી સમાજમાં ઉગ્ર આક્રોશ વ્યાપ્યો છે. દરમિયાન બુધવારે મરાઠી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થયા હતા અને જેણે પણ આ કૃત્ય આચર્યું હોય તે શિવાજી મહારાજની પ્રતિમા પ્રસ્થાપિત કરે અને જાહેરમાં માફી માંગે તેવી લોકોએ માંગ કરી હતી. તેટલું જ નહીં માગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

વર્ષોથી કિલ્લા બનાવવાની પરંપરા ચાલે છે
દિવાળીની ઉજવણીમાં મહારાષ્ટ્રમાં ઠેર-ઠેર કિલ્લા બનાવે છે, ત્યારે વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો પણ દિવાળીમાં શિવાજી મહારાજે બનાવેલા અભેદ્ય કિલ્લાની પ્રતિકૃતિ બનાવી દિવાળીની ઉજવણી કરે છે. વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ દિવાળીમાં કિલ્લા બનાવવાની મહારાષ્ટ્રીયન પરંપરા હજી પણ જીવંત રાખી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો