તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના તળી:સમરસના ત્રીજા માળે ઓક્સિજન લાઇન લીક થતાં 5 દર્દીનું શિફ્ટિંગ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન એન્જિનિયર સહિતની ટીમ તાબડતોબ પહોંચી
  • માઇનોર લીકેજ હતું, તુરંત સમારકામ કરી દેવાયું : ડો. ઐયર

વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નજીક આવેલી સમર્થ સ્કૂલ હોસ્પિટલમાં મોડી રાતે ઓક્સિજનની લાઈનમાં લીકેજની ઘટના બની હતી. જેને પગલે ઓક્સિજન એન્જિનિયર સહિતની ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. લાઇન લીકેજ થતાં કોરોનાના 5 દર્દીઓને બીજા વોર્ડમાં શિફ્ટ કરવા પડ્યા હતા.

શહેરના પંડ્યા બ્રિજ નજીક આવેલી સમરસ કોવિડ હોસ્પિટલના સી બ્લોકના ત્રીજા માળે 304માં ઓક્સિજનની લાઈનમાં મંગળવારે મોડી રાત્રે ગેસ લિકેજની ઘટના બની હતી. ઘટનાના પગલે ત્યાં હાજર સ્ટાફમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં ત્યાં ઓક્સિજન એન્જિનીયર અને ટેક્નિશિયનની ટીમ પહોંચી હતી. આ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે લીકેજ લાઈનનું સમારકામ કરવાની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ 304માં દાખલ દર્દીઓને અન્યત્ર શિફ્ટ કરવાની કામગીરી શરૂ કરી હતી.

સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે સોમરસ હોસ્પિટલમાં ઓક્સિજનનું માઇનોર લીકેજ હતું અને ત્યાં પહોંચેલી ટીમે મરામત કરી દીધી હતી. કોઈ પરેશાની જેવી બાબત નથી. ઘટનાના પગલે વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર દોડી જઇ કામગીરી હાથ ધરી હતી. કોરોનાના 5 પેશન્ટોને બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...